ટેક કંપનીમાં છટણીના દોર બાદ હવે આ કંપની આટલા કર્મચારીઓને છૂટા કરશે
વૈશ્વિક આર્થિક સંકટ અને વધતા જતા ફુગાવાના કારણે ઘણી કંપનીઓ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા થઈ રહી છે. Twitter, Meta બાદ હવે બીજી કંપનીએ છટણીની તૈયારી કરી છે. આ કંપની દ્વારા 450 કર્મચારીઓને છુટા કરવામાં આવશે. આ છટણી સાથે, કંપની કર્મચારીઓની સંખ્યામાં કુલ કર્મચારીઓમાંથી 2 ટકાનો ઘટાડો કરશે.આ છટણી અમેરિકન બાયોટેકનોલોજી ફર્મ Amgen Inc દ્વારા કરવામાં આવી રહી છે. દવાની કિંમતો અને ફુગાવાના ઊંચા સ્તરના દબાણને કારણે કંપની કર્મચારીઓની છટણી કરી રહી છે. તે જ સમયે, આ પહેલા અમેરિકાની ઘણી મોટી કંપનીઓ છટણી કરી ચૂકી છે. અમેરિકાની કઈ મોટી કંપનીઓએ નોકરીમાંથી છૂટા કર્યા અને ભારત પર તેની શું અસર થઈ છે.
આ પણ વાંચો : હવે આ કંપની કર્મચારીઓની કરશે છટણી, 8 ટકા કર્મીઓને કરશે છુટા
અગાઉ આ કંપનીઓએ છટણી કરી
Twitter એ પ્રથમ IT જાયન્ટ્સમાંનું એક હતું જેણે છેલ્લા વર્ષ દરમિયાન તેના કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો કર્યો હતો. ટ્વિટરે ગયા વર્ષે લગભગ 10,000 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા. આ જ પ્રક્રિયા જાન્યુઆરી 2023માં પણ ચાલુ રહી છે. આ સિવાય Meta, Amazon, Microsoft, Netflix જેવી ઘણી કંપનીઓ સામેલ છે.
આ પણ વાંચો : Ericsson વિશ્વભરમાં 8500 કર્મચારીઓની કરશે છટણી
2022માં આટલા લોકોની છટણી
2022માં ઘણી કંપનીઓ દ્વારા છટણી કવામાં આવી હતી. Layoffs.fyiના ડેટા અનુસાર, 2022માં 2 લાખથી વધુ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ચેલેન્જર, ગ્રે એન્ડ ક્રિસમસ, વૈશ્વિક આઉટપ્લેસમેન્ટ અને કરિયર ટ્રાન્ઝિશનિંગ ફર્મના અન્ય એક અહેવાલ મુજબ, 1,004 ટેક કંપનીઓ 2022-23માં વૈશ્વિક સ્તરે 152,421 કર્મચારીઓની છટણી કરશે, જે 2008ની મંદી કરતાં વધુ છે. 2008 દરમિયાન 65000 કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો : મનોરંજન ક્ષેત્રની આ દિગ્ગજ કંપની પણ કરશે છટણી, 7,000 કર્મચારીઓ થશે બેરોજગાર
મોટી કંપનીઓમાં છટણી
Meta દ્વારા પહેલા 11 હજાર અને હવે 10 હજાર કર્મચારીઓની છટણી.
Spotify 600 કર્મચારીઓની છટણી કરશે.
Alphabet Inc. 12,000 નોકરીઓ દૂર કરી રહી છે.
Amazon 18,000 કર્મચારીની છટણી.
Microsoft 10,000 નોકરીઓ કાપશે.
Twitter Inc પહેલા 200 પછી 3700 કર્મચારીઓને કાઢી મૂક્યા હતા.
Salesforce નોકરીમાં 10 ટકા કાપ મૂકશે.
HP Inc માં 6000 કર્મચારીઓની છટણી કરશે.
Dell Technologies Inc. 6,650 કર્મચારીઓની છટણી કરશે.