ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

લાંબી રાહ બાદ ભારતીય મહિલાને 99 વર્ષની વયે મળી અમેરિકાની નાગરિકતા

Text To Speech

વૉશિંગ્ટન (અમેરિકા), 06 એપ્રિલ: દાયબાઈ નામની ભારતીય મૂળની 99 વર્ષની મહિલાને અમેરિકન નાગરિકતા મળી છે. આ રીતે તે સંપૂર્ણપણે અમેરિકન નાગરિક બની ગયા છે. અમેરિકાના ઈતિહાસમાં કદાચ આ પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ મહિલાને 99 વર્ષની ઉંમરે ગ્રીન કાર્ડ મળ્યું હોય. મહત્ત્વનું છે કે ભારતીય મૂળની 99 વર્ષની દાયબાઈનો જન્મ ભારતમાં વર્ષ 1925માં થયો હતો. હાલમાં તે તેમની પુત્રી સાથે અમેરિકાના ઓર્લેન્ડોમાં રહે છે. દાયબાઈને અમેરિકન ગ્રીન કાર્ડ મળવાનો અર્થ એ છે કે વિશ્વભરના ઘણા લોકો હજુ પણ અમેરિકાને એક એવા દેશ તરીકે જોવા માંગે છે જ્યાં તમને હંમેશા સારું જીવન જીવવાની તક મળી શકે.

USCISએ દાયબાઈ સાથેનો ફોટો શેર કર્યો

યુનાઇટેડ સ્ટેટ્સ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) એ દાયબાઈને ગ્રીન કાર્ડ આપતાં X પર જણાવ્યું હતું. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, લોકોનું કહેવું છે કે, ઉંમર માત્ર એક નંબર છે. આ વાત આ ઉત્સાહી 99 વર્ષીય મહિલાએ સાચી સાબિત કરી છે. જે હવે અમારી ઓર્લાન્ડોની ઓફિસમાં USના નાગરિક બન્યા છે. દાયબાઈ ભારતથી છે અને વફાદારીની પ્રતિજ્ઞા લેવા માટે ઉત્સાહિત હતા. USCISએ પોસ્ટ પર એક ફોટો પણ શેર કર્યો છે, જેમાં દાયબાઈ તેમની પુત્રી અને USCIS અધિકારી ઓર્લાન્ડોની ઓફિસમાં પ્રમાણપત્ર સાથે જોવા મળે છે. USCISએ પણ દાયબાઈને આ માટે અભિનંદન પાઠવ્યા હતા.

દાયબાઈની નાગરિકતા મેળવવા પર સવાલો ઊભા થયા

જ્યારે ઘણા લોકો દાયબાઈને નાગરિકતા મેળવવાની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે કેટલાક ભારતીય યુઝર્સ પ્રશ્ન કરી રહ્યા છે કે US નાગરિકતા આપવાની પ્રક્રિયામાં આટલો સમય કેમ લાગ્યો. ભારતીય મહિલા વર્ષોથી તેમની પુત્રી સાથે ફ્લોરિડામાં રહે છે. એક યુઝરે પોસ્ટમાં કટાક્ષ કરતાં કહ્યું,અફવા છે કે દાયબાઈ ભારતીય ગ્રીન કાર્ડ બેકલોગમાં હતા. અન્ય એકે લખ્યું, રોજગાર આધારિત ગ્રીન કાર્ડ બેકલોગમાં મોટાભાગના ભારતીયો તેમના ગ્રીન કાર્ડ મેળવે ત્યાં સુધીમાં આટલા વૃદ્ધ થઈ જશે.

આ પણ વાંચો: 2023માં 59,000થી વધુ ભારતીયોને USની નાગરિકતા પ્રાપ્ત થઈ

Back to top button