ભાવનગરમાં ચીનથી આવેલા વેપારી બાદ તેની બે વર્ષની પુત્રીને પણ કોરોના પોઝીટીવ
એકતરફ ચીન સહિતના અનેક દેશોમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં તેની અસર ન વર્તાઈ તેના માટે સરકારે અત્યારથી જ તકેદારીના પગલાં ભરવાનું શરૂ કરી દીધું છે. દરમિયાન બે દિવસ પહેલા સૌરાષ્ટ્રમાં ભાવનગર ખાતે ચીનથી એક વેપારી આવ્યા હતા. તેઓએ કોરોના ટેસ્ટ કરાવતા તેમનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો જેના પગલે તેમને તકેદારી હેઠળ રાખવામાં આવ્યા હતા. દરમિયાન આજે તેની બે વર્ષની પુત્રી પણ કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.
નવા વેરીએન્ટના રિપોર્ટ માટે સેમ્પલ ગાંધીનગર મોકલાયા
મળતી માહિતી મુજબ શહેરના સુભાષનગર વિસ્તારમાં રહેતા અને 2 દિવસ પહેલા ચીનથી આવેલા 37 વર્ષના યુવાનને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેની પુત્રીને પણ કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. રેપીડ ટેસ્ટ બાદ પોઝીટીવ આવ્યા બાદ પિતા-પુત્રીના RTPCR રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યા હતા. હાલ બંનેને અઈસોલેશમાં રાખવામાં આવ્યા છે. હાલ બંનેના સેમ્પલ તપાસ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.