નેશનલ

મોદી સરકારના કાર્યકાળના 9 વર્ષ પૂરા, કોંગ્રેસે ટ્વિટ કરી ગણાવી આ ખામીઓ

આજે મોદી સરકારે દેશમાં સત્તામાં આવ્યાને 9 વર્ષ પૂર્ણ કર્યા છે. સરકાર આ અવસર પર પોતાની સિધ્દ્વિઓ ગનાવી રહી છે. બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા સરકારની નિષ્ફળતાઓ દર્શાવવામાં આવી રહી છે.

મોદી સરનેમ માનહાની કેસ: રાહુલ ગાંધી દોષિત જાહેર,15 હજારનો દંડ

નવી દિલ્હીઃ આજે મોદી સરકારે દેશમાં સત્તામાં આવ્યાને 9 વર્ષ પૂર્ણ કર્યા છે. સરકાર આ અવસર પર પોતાની સિધ્દ્વિઓ ગનાવી રહી છે. બીજી તરફ કોંગ્રેસ દ્વારા સરકારની નિષ્ફળતાઓ દર્શાવવામાં આવી રહી છે. કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું છે, જેમાં મોદી સરકારની નિષ્ફળતાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બેરોજગારીથી લઈને મોંઘવારી સુધીના મુદ્દાઓ પર સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

કોંગ્રેસે ગણાવ્યા ‘નિષ્ફળતાના 9 વર્ષ’

આજે મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં લખવામાં આવ્યું છે કે આ ‘નિષ્ફળતાના 9 વર્ષ’ છે. દેશના દુ:ખદ 9 વર્ષ પુર્ણ થયા છે. આ 9 વર્ષમાં લોકોને મોંઘવારી, બેરોજગારી અને તાનાશાહી નિર્ણયોનો માર સહન કરવો પડ્યો. જુમલાઓના આધારે સત્તામાં આવેલી મોદી સરકારે એક પણ વચન પૂરું કર્યું નથી. બસ તારીખ પછી તારીખ આપતા રહ્યા છે. 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું વચન, 2022 સુધીમાં બધાને ઘર આપવાનું વચન, કાળું નાણું પાછું લાવીને 15 લાખ આપવાનું વચન, દર વર્ષે 2 કરોડ નોકરીઓનું વચન પરંતુ આ એક પણ વચન પુરા થયા નથી. આમ તેમના જુઠણા ગણવા બેસીએ તો અનેક દિવસો વિતી જાય એમ છે.

GST અને અગ્નિવીરનો ઉલ્લેખ

કોંગ્રેસે કહ્યું હતું કે પીએમ મોદીએ પોતાના વાયદા પૂરા ન કર્યા, ઉલટું તેમણે પોતાની અજ્ઞાનતાના કારણે દેશને મુશ્કેલીમાં મૂક્યો છે. નોટબંધીએ અર્થવ્યવસ્થાને બરબાદ કરી દીધી છે. લોકો બેંકની લાઈનોમાં મૃત્યુ પામ્યા છે. ગબ્બર સિંહ ટેક્સ (જીએસટી)ના કારણે વેપારીઓ પરેશાન છે. દરરોજ આનો વિરોધ થાય છે, પરંતુ સાંભળનાર મોરને દાણા આપવામાં વ્યસ્ત હોય તો લોકો શું કરે. અગ્નિવીરના નિર્ણયે યુવાનોના સપનાઓને ચૂર કરી નાખ્યા છે. જ્યારે તેણે વિરોધ કર્યો તો તેને ધમકી આપવામાં આવી કે તેનું ભવિષ્ય બરબાદ થઈ જશે. હા, ધમકાવીને, સત્તા ખરીદીને, મિત્રોને બધું વેચીને મોજ માણવાની ફોર્મ્યુલા પર મોદી સરકાર ચાલી રહી છે.

ED, CBIનો ડર બતાવે છે મોદી સરકાર:

મોદી સરકારના 9 વર્ષ પૂરા થવા પર કોંગ્રેસે ટ્વિટકરી કહ્યું કે જે કોઈ અવાજ ઉઠાવે તેને દબાવી દો, તેને કચડી નાખો, તેને જેલમાં નાખો, ED, CBIનો ડર બતાવ્વો વગેરે ફોર્મ્યુલા પર મોદી સરકાર ચાલી રહી છે. જો સરકાર ન બને તો પૈસાના આધારે સત્તા ખરીદો અને લોકશાહીની હત્યા કરી નાખો. દેશના બંદરો, એરપોર્ટ, મોટા પ્રોજેક્ટ ‘મિત્ર’ને વેચી દો અને આરામથી ‘મિત્ર કાલ’ માં મોંઘા મશરૂમ ખાતા રહો, ફોટા ક્લિક કરતા રહો. આ સરકારમાં મીડિયાની ભૂમિકા પણ મહત્વની છે. સવારથી સાંજ સુધી પ્રચાર ચાલે છે. મહાપુરુષની નકલી છબી બનાવવામાં આવે છે અને અંતે મહાપુરુષન ‘લાલ શર્ટ’ પહેરીને ચીનને લલચાવતા જોવા મળે છે.

જનતા રાહ જોઈ રહી છે અને યોગ્ય જવાબ આપશે

કોંગ્રેસે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે તેમની નિષ્ફળતાની વાતો ઘણી છે. આમ તો ઘણા પુસ્તકો લખાયા હશે, પરંતુ તેમ છતાં પણ ઘણી બધી બાબતો બાકી રહી જશે. આ ‘નિષ્ફળતાના 9 વર્ષ’ છે. હવે લોકો તેમનાથી કંટાળી ગયા છે. કર્ણાટકની ચૂંટણી તેનો પુરાવો છે, જ્યાં જનતાએ પીએમ મોદી અને તેમની ભ્રષ્ટ સરકારને સીધી રીતે નકારી કાઢી હતી. અસંતોષની આ લહેર દક્ષિણથી શરૂ થઈ છે, જે સમગ્ર દેશને પોતાનામાં સમાવી લેશે. જનતા રાહ જોઈ રહી છે અને યોગ્ય જવાબ આપશે.

આ પણ વાંચો : અદાણી હવે ઘઉંનું પણ વેચાણ કરશે, ફોર્ચ્યુન બ્રાન્ડથી આ શહેરોમાં શરૂ થશે વેચાણ

Back to top button