ધર્મ

700 વર્ષ બાદ રામનવમી પર ત્રેતાયુગ જેવો શુભ સંયોગ, જાણો તેની ખાસિયત

  • આ વર્ષે રામનવમી પર ત્રેતાયુગ જેવો સંયોગ અને નક્ષત્ર
  • માંગલિક કાર્યો, પૂજા પાઠ તેમજ ખરીદી માટે પણ શુભ ગણાય છે
  • લગભગ 700 વર્ષ બાદ રામનવમી પર 9 રાજયોગ બન્યા છે

આજે રામનવમીની પાવન પર્વ પર દેશભરમાં તેની ઉજવાણી થઈ રહ્યી છે. રામનવમીના દિવસે ભગવાન રામ અને માતા સીતા સાથે મા દુર્ગાના નવમા સ્વરૂપ માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે રામ નવમી પર અનેક શુભ સંયોગો બની રહ્યા છે.

આ પણ વાંચો : Happy Ram Navami: કેવી રીતે કરશો ભગવાન રામની પૂજા, જાણો મહત્ત્વ

આજે દેશભરમાં રામનવમીનો પાવન પર્વ ઉજવાઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે આ વર્ષે રામનવની પર એક ખાસ સંયોગ 700 વર્ષ બાદ સર્જાય રહ્યો છે. આ વર્ષે રામનવમી પર ત્રેતાયુગ જેવો સંયોગ અને નક્ષત્ર છે. આ યોગને માંગલિક કાર્યો, પૂજા પાઠ તેમજ ખરીદી માટે પણ શુભ ગણવામાં આવે છે. જ્યોતિશાસ્ત્રીઓ મુજબ ભગવાન શ્રીરામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તિથી અને પુનર્વસુ નક્ષત્રમાં થયો હતો. આ વર્ષે 2023માં 700 વર્ષ બાદ આ સંયોગ બની રહ્યો છે.

9 શુભ સંયોગ

જ્યોતિશાસ્ત્રીઓના અનુસાર ,લગભગ 700 વર્ષ બાદ રામનવમી પર સર્વાર્થ સિદ્ધિ, બુધાદિત્ય, મહાલક્ષ્મી, સિદ્ધિ, કેદાર, ગજકેસરી, રવિયોગ,સત્કિર્તી, અને હંસ નામના રાજયોગ બન્યા છે.

ત્રેતાયુગ સંયોગ - Humdekhengenews

રામનવમી પર બની રહ્યા છે નવ શુભ યોગ

  • બ્રહ્મ મુહૂર્ત- સવારે 04:41 થી 5:28 સુધી
  • અભિજિત મુહૂર્ત- બપોરે 12:01 થી 12:51 સુધી
  • વિજય મુહૂર્ત- બપોરે 2:30 થી 3:19 સુધી
  • ગોધૂલી મુહૂર્ત- સાંજે 6:36 થી 7:00 સુધી
  • અમૃત કાળ- રાતે 8:18 થી 10:06 વાગ્યા સુધી
  • નિશિતા મુહૂર્ત- મધરાતે 12:02 વાગ્યાથી માર્ચ 31 12:48 વાગ્યા સુધી
  • ગુરુપુષ્ય નક્ષત્ર- રાતે 10:59 વાગ્યાથી બીજા દિવસ સવારે 6:13 વાગ્યા સુધી
  • સર્વાર્થ સિદ્ધિ યોગ- આખો દિવસ
  • અમૃત સિદ્ધિ યોગ- રાતે 10:59 વાગ્યાથી બીજા દિવસે સવારે 6:13 વાગ્યા સુધી
  • રવિ યોગ- આખો દિવસ

આ પણ વાંચો : આજે મહાનવમીઃ માં સિદ્ધિદાત્રીનું પૂજન મનોકામના પુર્ણ કરશે, ધન આપશે

રામનવમીના પૂજા મુહૂર્ત

રામનવમીની પૂજા માટે શુભ મુહૂર્ત સવારે 11.35 કલાકથી શરૂ થશે જે બપોરે 1 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ પૂજાનું બીજું શુભ મુહૂર્ત બપોરે 1:30 વાગ્યાથી લઈને બપોરે 3:30 મિનિટ સુધી રહેશે.

ત્રેતાયુગ સંયોગ - Humdekhengenews

રામનવમીએ હવનની વિધી

રામનવમીના પાવન પર્વ પર સવારે જલ્દી ઉઠવું જોઈએ. સ્નાન વગેરે ક્રિયા પતાવીને સ્વચ્છ થઈ, સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા. ત્યાર બાદ શાસ્ત્રો મુજબ હવનના સમયે પતિ-પત્નીએ હવનમાં સાથે બેસવું જોઈએ. તે માટે કોઈ સ્વચ્છ સ્થાન પર હવનકુંડનું નિર્માણ કરવું. હવમકુંડમાં આંબાના ઝાડની લાકડીઓ અને કપૂરની અગ્નિ પ્રજ્વલિત કરો. હવન કૂંડમાં તમામ દેવતાઓના નામની આહુતિ આપવી જોઈએ. ધાર્મિક માન્યતા મુજબ ઓછામાં ઓછા 108 વખત આહૂતિ આપવી જોઈએ. તેમજ તમે તેનાથી વધુ પણ આહૂતિઓ આપી શકો છો.

Back to top button