વિશેષ

500 વર્ષ બાદ 2 રાજયોગથી ખુલશે આ રાશિઓનું ભાગ્ય

Text To Speech
  • માર્ચ મહિનામાં શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં વિરાજમાન થઈને માલવ્ય રાજયોગનું નિર્માણ કરશે. શનિ તેની ઉચ્ચ રાશિમાં વિરાજમાન થઈને શશ રાજયોગનું નિર્માણ કરશે.

દરેક ગ્રહ પોતાની ચાલ બદલીને અનેક શુભ અને અશુભ યોગનું નિર્માણ કરે છે. તેના કારણે 12 રાશિઓ પ્રભાવિત થાય છે. લગભગ 500 વર્ષ બાદ બે રાજયોગનો અદ્ભૂત સંયોગ બનવાનો છે, જેનાથી કેટલીક રાશિઓને પોઝિટીવ રિઝલ્ટ મળશે. માર્ચ મહિનામાં શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં વિરાજમાન થઈને માલવ્ય રાજયોગનું નિર્માણ કરશે. શનિ તેની ઉચ્ચ રાશિમાં વિરાજમાન થઈને શશ રાજયોગનું નિર્માણ કરશે. આવી સ્થિતિમાં બે રાજયોગનો સંયોગ શુભ માનવામાં આવે છે. જાણો શનિ-શુક્ર કોને લાભ અપાવશે. શશ રાજયોગ અને માલવ્ય રાજયોગથી કઈ રાશિઓની કિસ્મત ચમકી શકે છે.

500 વર્ષ બાદ 2 રાજયોગથી ખુલશે આ રાશિઓનું ભાગ્ય, શનિ-શુક્ર અપાવશે લાભ hum dekhenge news

મિથુન રાશિ

શનિ-શુક્રનું ગોચર મિથુન રાશિના લોકો માટે લાભદાયક સાબિત થઈ શકે છે. વેપારના ક્ષેત્રમાં તમારું માન-સન્માન વધશે. દરેક કામમાં સફળતા મળશે. વધુ પરિશ્રમ વગર ધન પ્રાપ્તિ થશે. સંપતિ મળવાના પણ યોગ છે. ઓફિસના તમામ ટાસ્કને જલ્દી પૂરા કરી શકશો.

તુલા રાશિ

તુલા રાશિના લોકો માટે શનિ-શુક્રનું આ ગોચર શુભ માનવામાં આવે છે. શનિ-શુક્રના શુભ પ્રભાવથી આ રાશિના જાતકોની પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. કામના સંદર્ભમાં વિદેશ યાત્રા કરવી પડશે.

કુંભ રાશિ

શનિ-શુક્રનું ગોચર કુંભ રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે. કુંભ રાશિના લોકોની આવકમાં વૃદ્ધિ થવાની શક્યતા છે. કાર્યક્ષેત્રમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે. બિઝનેસ કરનારા લોકોને નવા ઈન્વેસ્ટર્સ મળી શકે છે. વૈવાહિક જીવનમાં મધુરતા રહેશે.

આ પણ વાંચોઃ સાત વર્ષ પહેલાની રામ સ્તુતિ PMને આવી પસંદ, કોણ છે 17 વર્ષની સિંગર?

Back to top button