500 વર્ષ બાદ બુધ-ગુરૂ બનાવશે નવપંચમ યોગ, જાણો કોને મળશે ફાયદો?
- નવપંચમ યોગના નિર્માણથી કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થશે. બુધ 8 એપ્રિલ સુધી મેષ રાશિમાં વિરાજમાન રહેશે. બુધના મેષ રાશિમાં વિરાજમાન રહેવા સુધી નવપંચમ યોગ રહેશે
બુધ અને ગુરુનું ગોચર ધાર્મિક દ્રષ્ટિએ ખાસ મહત્ત્વનું છે. ગુરુ અને બુધની યુતિ લાભદાયક માનવામાં આવે છે. બુધ અને ગુરુની યુતિ નવપંચમ યોગનું નિર્માણ કરે છે. એવું માનવામાં આવે છે કે આ યોગ લગભગ 500 વર્ષ બાદ બની રહ્યો છે. નવપંચમ યોગના નિર્માણથી કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થશે. બુધ 8 એપ્રિલ સુધી મેષ રાશિમાં વિરાજમાન રહેશે. બુધના મેષ રાશિમાં વિરાજમાન રહેવા સુધી નવપંચમ યોગ રહેશે. જાણો ગુરુ અને બુધ મળીને કઈ રાશિની કિસ્મત ચમકાવાના છે. 26 માર્ચના રોજ શરૂ થયેલી આ અસર 8 એપ્રિલ સુધી રહેશે.
ધન રાશિ
ઘન રાશિના લોકો માટે ગુરુ અને બુધની યુતિ શુભ માનવામાં આવે છે. બુધ અને ગુરુના શુભ પ્રભાવથી તમારા તમામ રોકાયેલા કાર્યો પૂર્ણ થશે. આ સમય નવા કામની શરૂઆત માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સુખ-સંપદાનો લાભ મળશે. તમારી હેલ્થનું ધ્યાન રાખો.
સિંહ રાશિ
સિહ રાશિના લોકો માટે ગુરુ અને બુધની યુતિ લાભદાયક સાબિત થઈ શકે છે. જોબ કરી રહેલા લોકો પ્રશંસાને પાત્ર બનશે. વેપારીઓ માટે આવકના નવા સ્ત્રોત ખુલશે. નાની મોટી તકલીફો આવશે, જે તમારા પાર્ટનરની મદદથી સરળતાથી સોલ્વ કરી શકશો. તમે જેટલા નીડર રહેશો, એટલી જ સફળતા તમારા ચરણોમાં હશે.
કર્ક રાશિ
ગુરુ અને બુધની યુતિ કર્ક રાશિના લોકો માટે લાભકારી માનવામાં આવે છે. કાર્યક્ષેત્રમાં તમને તમારા મિત્રો અને બોસનો ભરપૂર સહયોગ મળશે. આર્થિક કષ્ટમાંથી મુક્તિ મળશે. તમે રોકાણના નવા વિકલ્પો અંગે વિચારી શકો છો. વિદેશ યાત્રાના પણ યોગ છે.
આ પણ વાંચોઃ એપ્રિલમાં બની રહ્યો છે હિંસક પરિણામો આપતો અંગારક યોગ, કઈ રાશિઓ સાચવે?