ટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

દીપિકા-રણવીરઃ બોલિવૂડ કપલનાં લગ્નનો વીડિયો પાંચ વર્ષે થયો વાયરલ

  • બંનેના લગ્નનો વીડિયો કોફી વિથ કરણમાં બતાવવામાં આવ્યો છે
  • વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
  • ઈટાલીમાં કર્યા હતા લગ્ન

મુંબઈઃ કરણ જોહરના ચેટ શો કોફી વિથ કરણ 8નો પહેલો એપિસોડ આવી ગયો છે. આ શોના પહેલા ગેસ્ટ દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ છે. રણવીર અને દીપિકાના લગ્નને પાંચ વર્ષ થયા છે. આ કપલે ઇટાલીમાં લગ્ન કર્યા હતા. લગ્નના સમયથી જ ચાહકો તેમના લગ્નના વીડિયોની રાહ જોઈ રહ્યા હતા અને હવે રાહ પૂરી થઈ ગઈ છે. કોફી વિથ કરણમાં પહેલીવાર દીપિકા-રણવીરના લગ્નનો વીડિયો જોવા મળ્યો છે. આ જોઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. વીડિયોમાં રણવીર-દીપિકાના લગ્નની ખાસ પળો બતાવવામાં આવી છે જેમાં બંને પરિવાર સાથે મસ્તી કરતા જોવા મળે છે.

દીપિકા અને રણવીરના લગ્નનો વીડિયો તેમની સગાઈની પાર્ટીથી શરૂ થાય છે. જેમાં તે દીપિકા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરે છે. જે બાદ દીપિકાના પિતા પ્રકાશ પાદુકોણ કહે છે કે રણવીરે તેના બોરિંગ પરિવારમાં ઉત્સાહ લાવી દીધો છે.

રણવીરે મહેંદીમાં ડાન્સ કર્યો હતો

દીપિકા અને રણવીરના તમામ ફંક્શન વીડિયોમાં બતાવવામાં આવ્યા છે. મહેંદી ફંક્શનમાં રણવીર દીપિકાનું ધ્યાન રાખતો જોવા મળે છે તો બીજી તરફ તે મુક્તપણે ડાન્સ કરતો જોવા મળે છે. રણવીર અને દીપિકાના લગ્ન બે રિવાજો મુજબ થયા હતા. વિડીયોમાં લગ્નની તમામ વિધિઓની કેટલીક ક્લિપ્સ બતાવવામાં આવી છે.

રણવીર લગ્ન પહેલા દીપિકાને મળવા માંગતો હતો

આનંદ કારજ સેરેમની પહેલા રણવીર દીપિકાને મળવા માંગતો હતો. જેથી તે તેને કહી શકે કે તે તેને કેટલો પ્રેમ કરે છે. ઈટાલીમાં લગ્ન બાદ દીપિકા અને રણવીરે બેંગલુરુ અને મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું. જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સે ભાગ લીધો હતો. ત્યારે રણવીર-દીપિકાના લગ્નની તસવીરો સામે આવી હતી પરંતુ ફેન્સ હંમેશા આખા વીડિયોની રાહ જોતા હતા.

રણવીર સિંહે માલદીવમાં દીપિકા પાદુકોણને પ્રપોઝ કર્યું હતું

રણવીર સિંહે કહ્યું કે, મેં રામ-લીલાની રિલીઝ પછી તરત જ દીપિકાને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. બંને રજા ગાળવા માલદીવ ગયા હતા. ત્યાં એક બોટમાં સમુદ્રની વચમાં માત્ર હું અને દીપિકા હતા, મેં તેને પ્રપોઝ કર્યું અને તે ખૂબ જ ભાવુક થઈ ગઈ. ખુશીની વાત એ હતી કે તેણે હા પાડી. આ પછી અમે સગાઈ કરી લીધી. જોકે દીપિકાને સમજાવ્યા બાદ રણવીર જ્યારે તેના માતા-પિતા સાથે વાત કરવાનો હતો ત્યારે તે ખૂબ જ નર્વસ હતો. રજાઓમાંથી પાછા આવ્યા પછી, રણવીર અને દીપિકા દીપિકાના પરિવારને સમાચાર આપવા માટે સીધા બેંગલુરુ ગયા. પરંતુ કમનસીબે દીપિકાની માતા ઉજ્જલા પાદુકોણે તેમના સંબંધોને મંજૂરી આપી ન હતી. તેની મમ્મીએ કહ્યું, આ વ્યક્તિ કોણ છે? દીપિકાની માતાના હ્રદયમાં સ્થાન મેળવવા માટે રણવીરને ઘણો સમય લાગ્યો હતો અને મહેનત કરવી પડી હતી.

આ પણ વાંચો, શરદ પૂર્ણિમાએ દર્શન અંગે ખોડલધામ મંદિરની મહત્ત્વની જાહેરાત

Back to top button