ચૂંટણી 2022ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘અગ્નિવીરો’ માટે CM ખટ્ટરની જાહેરાત, સરકારમાં નોકરીની ગેરંટી

Text To Speech

હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે અગ્નિવીરોને રાજ્ય સરકારમાં નોકરીનું આશ્વાસન આપ્યું છે. 4 વર્ષ અગ્નિવીર તરીકે ફરજ બજાવ્યા બાદ હરિયાણામાં તેઓને ગેરંટીવાળી નોકરીઓ આપવાની તેમણે જાહેરાત કરી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર હરિયાણાના યુવાનોને ખટ્ટરે આ મોટું વચન આપ્યું છે. તેમણે કહ્યું કે આ તમામ યુવાનોને પોલીસ વિભાગમાં પ્રાધાન્ય આપવામાં આવશે.

સીએમએ કહ્યું કે પછી તે ગ્રુપ સીની નોકરી હોય કે હરિયાણા પોલીસ, જે પણ અગ્નિવીર આર્મીમાંથી પાછા આવીને હરિયાણા સરકારમાં નોકરી કરવા માંગે છે, તેને ગેરંટીવાળી નોકરી આપવામાં આવશે. તેમણે ટ્વીટ કર્યું, “હું જાહેરાત કરું છું કે ‘અગ્નિપથ યોજના’ હેઠળ, 4 વર્ષ સુધી દેશની સેવા કર્યા પછી પાછા આવનારા અગ્નિવીરોને ગેરંટી સાથે હરિયાણા સરકારમાં નોકરી આપવામાં આવશે.”

આ સિવાય મનોહર લાલ ખટ્ટર તેમના નિવેદનમાં કહ્યું, “ચાર વર્ષ પછી, જ્યારે 75% અગ્નિવીર પાછા આવશે, ત્યારે તેમને હરિયાણાની સરકારી નોકરીઓ મેળવવી બહુ મુશ્કેલ નથી. હું આજે જાહેરાત કરું છું કે તે (અગ્નિવીર) જેઓ હરિયાણામાં આવશે તેમને સરકારી નોકરી મળશે. નોકરી ગેરંટી સાથે આપવામાં આવશે.”

સીએમ ખટ્ટર 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ભિવાનીમાં આયોજિત રાજ્ય સ્તરીય સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા. આ દરમિયાન રાજ્યના લોકોને અભિનંદન આપતાં તેમણે કહ્યું કે આ દિવસ આપણા માટે ગર્વનો છે. ખટ્ટરે કહ્યું કે દરેક ભારતીયને ગર્વ હોવો જોઈએ કે આપણા દેશ દ્વારા લેવામાં આવેલી પહેલ આજે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવી રહી છે. યોગ દિવસ નિમિત્તે તેમણે જણાવ્યું હતું કે, આજનો દિવસ દરેક ભારતીય માટે ગૌરવનો દિવસ છે, યોગ એ માત્ર શારીરિક પ્રવૃત્તિ નથી, પરંતુ આપણું મન, બુદ્ધિ, માનસિક, બૌદ્ધિક શારીરિક વિકાસ આનાથી જ થાય છે, તેમ તેમણે આગ્રહ કર્યો હતો. આ સિવાય તેમણે વૃક્ષારોપણ કરવાની પણ અપીલ કરી હતી.

Back to top button