300 વર્ષ બાદ આજે ગણેશ ચતુર્થી પર બ્રહ્મ, શુક્લ અને શુભ યોગનો અદ્ભુત સંયોગ
- ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીથી સમગ્ર દેશમાં ગણેશોત્સવ પર્વનો શુભારંભ થાય છે
- આ પર્વ 10 દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન ભક્તો ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લાવે છે
- અનંત ચતુર્દશીના દિવસે ગણપતિ બાપ્પાની વિદાય કરે છે.
જ્ઞાન અને સમૃદ્ધિના દેવતા ભગવાન ગણેશજીના જન્મોત્સવનું પર્વ ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદરવા સુદ ચોથના દિવસે મનાવવામાં આવે છે.
ભગવાન ગણેશને પ્રથમ દેવ માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યને શરૂ કર્યા પહેલા લંબોદરની પૂજા જરૂર કરવામાં આવે છે. આ વર્ષે આજે (19 સપ્ટેમ્બર) એ ગણેશ ચતુર્થી છે. ગણેશજીના ભક્ત ગણપતિની પ્રતિમાને ઘરમાં લાવીને તેમની ભક્તિભાવથી પૂજા કરશે.
ગણેશ ચતુર્થી પર બ્રહ્મ , શુક્લ અને શુભ યોગ
આ વર્ષે ગણેશ ચતુર્થી પર લગભગ 300 વર્ષ બાદ અદ્ભૂત સંયોગનું નિર્માણ થઈ રહ્યુ છે. આ વખતે ગણેશ ચતુર્થી પર બ્રહ્મ યોગ અને શુક્લ યોગ અને શુભ યોગનો ત્રિવેણી સંગમ જોવા મળશે. પંચાંગ અનુસાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીથી સમગ્ર દેશમાં ગણેશોત્સવ પર્વનો શુભારંભ થઈ જાય છે. આ પર્વ 10 દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન ભક્તો ગણપતિ બાપ્પાને પોતાના ઘરે લાવે છે અને અનંત ચતુર્દશીના દિવસે બાપ્પાની વિદાય કરે છે.આ દિવસે વિશાખા અને સ્વાતિ નક્ષત્ર પણ રહેશે.
આ છે શુભ યોગ અને મુહુર્ત
આ દિવસે સવારે 10.54 વાગ્યાથી બપોરે 1.10 મિનિટ સુધી વૃશ્વિક લગ્ન રહેશે. આ વખતે ગણેશ ચતુર્થી પર સવારે 6.08 મિનિટથી બપોરે 1.43 સુધી ભદ્રાનો સાયો રહેશે. જોકે ભદ્રા પાતાળ લોકમાં હશે, તેથી તેનો દુષ્પ્રભાવ પૃથ્વી લોક પર માન્ય રહેશે નહીં. આજે સવારે 6.08 વાગ્યાથી રવિયોગ પ્રારંભ થશે અને તે 1.48 વાગ્યા સુધી રહેશે. પૂજા પાઠ માટે રવિ યોગને શુભ માનવામાં આવે છે.
ગણેશચતુર્થી પર ન કરશો ચંદ્રમા દર્શન
આ વખતે આ પર્વ મંગળકારી વૈધૃતિ યોગમાં મનાવવામાં આવશે. તેમાં માટીમાંથી બનેલા મંગલમૂર્તિને ગણેશ ચતુર્થીના રોજ ઘરે ઘરે બિરાજમાન કરવામાં આવશે. ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપનાનો શ્રેષ્ઠ સમય ચતુર્થીના દિવસે મધ્યકાળ છે અને આ દિવસે ચંદ્રમાના દર્શન અહિતકારી માનવામાં આવ્યા છે. એવુ કહેવા છે કે ચંદ્રને જોનારા લોકો પર ખોટા આક્ષેપ થાય છે.
આ પણ વાંચોઃ Dengue: ક્યાંક તમારા ફ્રિજમાં તો નથી છુપાયા ને ડેંગ્યુના મચ્છર?