ટ્રેન્ડિંગધર્મ

30 વર્ષ બાદ શનિ-શુક્ર-મંગળ મળીને કરશે ધમાલ, ત્રિગ્રહી યોગથી કોણ થશે માલામાલ?

Text To Speech
  • મંગળ કુંભમાં ગોચર કરશે ત્યારે ત્રિગ્રહી યોગ બનશે, જે તમામ રાશિઓને અસર કરશે. શનિની રાશિમાં ત્રણ ગ્રહોની યુતિથી કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળવાનો છે

અમદાવાદ, 19 ફેબ્રુઆરીઃ વર્ષ 2024નો માર્ચ મહિનો ખાસ રહેવાનો છે. જ્યોતિષ ગણના અનુસાર માર્ચ મહિનામાં ગ્રહોની ચાલથી ત્રિગ્રહી યોગનું નિર્માણ કરશે. શનિ દેવ કુંભમાં સંચરણ કરી રહ્યા છે. જ્યાં 7 માર્ચના રોજ શુક્રનો પ્રવેશ થશે, પછી 15 માર્ચના રોજ મંગળની એન્ટ્રી થશે. મંગળ કુંભમાં ગોચર કરશે ત્યારે ત્રિગ્રહી યોગ બનશે, જે તમામ રાશિઓને અસર કરશે. શનિની રાશિમાં ત્રણ ગ્રહોની યુતિથી કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળવાનો છે. જાણો શુક્ર, શનિ અને મંગળની યુતિ બનવાથી કઈ રાશિઓ માલામાલ થશે.

30 વર્ષ બાદ શનિ-શુક્ર-મંગળ મળીને કરશે ધમાલ, ત્રિગ્રહી યોગથી કોણ થશે માલામાલ? hum dekhenge news

મેષ રાશિ

શનિની રાશિ કુંભમાં ત્રણ ગ્રહોની યુતિથી મેષ રાશિના લોકોને ખૂબ લાભ થશે. ત્રિગ્રહી યોગના નિર્માણથી બિઝનેસમેનને સારી ડીલ મળશે. આ દરમિયાન બિઝનેસની સ્થિતિ પણ સારી રહેશે. ધનનું આગમન થશે. નવી નોકરી શોધનારા લોકોને સારા સમાચાર મળી શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે મંગળ, શનિ અને શુક્રની યુતિ લાભદાયક સાબિત થઈ શકે છે. ગ્રહોના શુભ પ્રભાવથી દરેક કામમાં સફળતા મળશે. ત્રિગ્રહી યોગના નિર્માણથી તમારી ફાઈનાન્શિયલ કન્ડિશન સુધરશે. રોકાયેલું ધન પણ પાછું મળશે.

કુંભ રાશિ

શનિ, શુક્ર અને મંગળની યુતિ વૃષભ રાશિના લોકોને બમ્પર ફાયદો આપશે. ઈનકમ વધવાની શક્યતાઓ છે. કરિયરમાં અટકેલા કામો ગતિ પકડશે. પ્રેમ જીવનમાં રોમાન્સ વધશે. તમે ખુશ રહી શકશો. ઈન્વેસ્ટમેન્ટ માટે સારો સમય માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ એરપોર્ટ પર લગેજ માટે રાહ નહીં જોવી પડે, જાણો મંત્રાલયે શું આપ્યો આદેશ?

Back to top button