30 વર્ષ બાદ મંગળ શનિ એક સાથે, ગ્રહણ યોગ કોની મુશ્કેલી વધારશે ?


- મંગળનું શનિમાં આવવું 30 વર્ષ બાદ બની રહ્યું છે. આ ઉપરાંત હોળી બાદ કેતૂ અને ચંદ્રમાની યુતિ પણ બની રહી છે. આ પ્રકારે હોળી પહેલા અને હોળી બાદ બે મોટા ગ્રહોની યુતિ અનેક રાશિઓ પર પ્રભાવ છોડશે.
મંગળ ગ્રહ 15 માર્ચના રોજ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. મંગળનું શનિમાં આવવું 30 વર્ષ બાદ બની રહ્યું છે. આ ઉપરાંત હોળી બાદ કેતૂ અને ચંદ્રમાની યુતિ પણ બની રહી છે. આ પ્રકારે હોળી પહેલા અને હોળી બાદ બે મોટા ગ્રહોની યુતિ અનેક રાશિઓ પર પ્રભાવ છોડશે. કેટલીક રાશિઓ માટે આ યોગ સારો રહેશે. તે રાશિઓની કિસ્મત ચમકશે તો કેટલીક રાશિઓના જીવનમાં બદલાવ આવશે. જાણો કઈ કઈ રાશિઓ તેનાથી પ્રભાવિત થશે.
આ રાશિઓ માટે સારો સમય
મેષ અને મકર રાશિ માટે મંગળ અને શનિની યુતિ લાભકારી સાબિત થશે. આ રાશિઓ માટે સારા યોગ બની રહ્યા છે. આ સમયે તમે તમારું કામ ઈમાનદારીથી કરી શકશો. તમારા ઉપરી લોકો તમારાથી ખુશ રહી શકશે.
આ રાશિઓની વધશે મુશ્કેલીઓ
એક બાજુ જ્યાં હોળી પહેલા શનિ અને મંગળ સાથે હશે તો કેતૂ અને ચંદ્રમાની પણ યુતિ બનશે. કન્યા રાશિમાં હજુ કેતૂ ચાલી રહ્યો છે. ત્યારબાદ ચંદ્રમા પણ હોળી પર કન્યા રાશિમાં હશે. આવા સંજોગોમાં કન્યા અને મિથુન રાશિના લોકો માટે થોડો મુશ્કેલ સમય હશે. આ બંને રાશિઓના સુખમાં કમી થશે. નોકરીમાં સમસ્યા થઈ શકે છે. પરિવારમાં વાદવિવાદ થઈ શકે છે. ઘરમાં કારણ વગરના ઝઘડા ટાળો. કંકાસ ન થવા દો અને મિથુન રાશિના લોકો કારણ વગર કોઈની સાથે દલીલમાં પણ ન ઉતરે.
આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ ક્યારથી? જાણો તારીખ, મુહૂર્ત અને શુભ યોગ