27 વર્ષ બાદ સ્ક્રીન પર જોવા મળશે કાજોલ-પ્રભુદેવાની જોડી, બોલિવૂડમાં કરશે કામ
- 27 વર્ષ બાદ કાજોલ-પ્રભુદેવાની જોડી ચરણ તેજની અનટાઈટલ ફિલ્મમાં જોવા મળશે. અગાઉ, બંનેએ 1997માં તમિલ ફિલ્મ ‘મિંસારા કનાવુ’માં સાથે કામ કર્યું હતું, જેની હિન્દી રિમેકનું નામ ‘સપને’ હતું
25 મે, મુંબઈઃ તેલુગુ ફિલ્મ નિર્માતા ચરણ તેજ ઉપ્પલાપતિ હવે બોલિવૂડના દરવાજા ખખડાવવા માટે તૈયાર છે. તેની પહેલી હાઈ બજેટની એક્શન-થ્રિલર બોલિવૂડ ફિલ્મમાં કાજોલ, પ્રભુદેવા અને નસીરુદ્દીન શાહ જેવા દિગ્ગજ કલાકારો જોવા મળશે. એટલું જ નહીં, લાંબા સમય પછી ફરી એકવાર કાજોલ-પ્રભુદેવાની જોડી દર્શકોને પરદા પર જોવા મળશે.
કાજોલ-પ્રભુદેવા 27 વર્ષ પછી સાથે કામ કરશે
27 વર્ષ બાદ કાજોલ-પ્રભુદેવાની જોડી ચરણ તેજની આ અનટાઈટલ ફિલ્મમાં જોવા મળશે. અગાઉ, બંનેએ 1997માં તમિલ ફિલ્મ ‘મિંસારા કનાવુ’માં સાથે કામ કર્યું હતું, જેની હિન્દી રિમેકનું નામ ‘સપને’ હતું. આ અનટાઈટલ્ડ ફિલ્મમાં કાજોલ અને પ્રભુદેવા ઉપરાંત સંયુક્તા મેનન, જીશુ સેનગુપ્તા અને આદિત્ય સીલ જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. રિપોર્ટ મુજબ ફિલ્મના પ્રથમ શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે, અને નિર્માતાઓ તેનું ટીઝર રીલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે.
હૈદરાબાદ અને મુંબઈમાં શરૂ થયું પહેલા શેડ્યૂલનું શૂટિંગ
ચરણે ફિલ્મ વિશે વાત કરતા જણાવ્યું કે આ ફિલ્મની વાર્તા હું ઘણા સમયથી લખી રહ્યો હતો અને હવે તેના દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. હૈદરાબાદ અને મુંબઈમાં ફિલ્મના પ્રથમ શેડ્યૂલનું શૂટિંગ પૂર્ણ કર્યું છે અને ટૂંક સમયમાં ટીઝર રીલીઝ કરવામાં આવશે.
મેં મારી જાતને ચેલેન્જ કરીઃ ચરણ તેજ
ચરણે આ વિશે વધુ વાત કરતા કહ્યું કે હું આ ફિલ્મ તેલુગુમાં પણ બનાવી શક્યો હોત પરંતુ ખુદને ચેલેન્જ કરવા માટે મેં બોલિવૂડ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. આ આવનારી ફિલ્મની કહાણી માતા-પિતા અને બાળકોના સંબંધ પર આધારિત છે, જેમાં બાળકોના ઘર છોડ્યા પછી માતા-પિતાની વાર્તા દર્શાવવામાં આવી છે છે. આ એક પેન ઈન્ડિયા ફિલ્મ હશે, જેને સાઉથની ભાષાઓમાં રીલીઝ કરવામાં આવશે.
કાજોલ-પ્રભુદેવા ‘સપને’માં જોવા મળ્યા હતા
કાજોલ અને પ્રભુદેવાએ પહેલીવાર ફિલ્મ ‘સપને’ (1997)માં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં સુપરહિટ સાબિત થઈ જેણે 175 દિવસ સુધી થિયેટર્સમાં ધમાલ મચાવી હતી. આ ફિલ્મમાં સંગીત એ આર રહેમાને આપ્યું હતું, જેના ગીતો ખૂબ લોકપ્રિય થયા હતા. સપને કાજોલની તમિલ ડેબ્યુ ફિલ્મ હતી.
આ પણ વાંચોઃ અનસૂયા સેનગુપ્તાએ કાન્સમાં રચ્યો ઈતિહાસ: શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય બની