ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

27 વર્ષ બાદ ‘ફૌજી’એ પૂરું કર્યું વચન, ‘બોર્ડર 2’ સાથે સની દેઓલની વાપસી

Text To Speech
  • સની દેઓલે બોર્ડર 2ની જાહેરાત કરતાં સિનેમાપ્રેમીઓની ઉત્તેજના વધી 

મુંબઈ, 13 જૂન: હું પાછો આવીશ…આ મારું વચન છે…સની દેઓલે 27 વર્ષ પહેલા બોર્ડર ફિલ્મમાં આપેલું વચન પૂરું કરવાનો સમય આવી ગયો છે. હા, લાંબી રાહ જોયા બાદ આખરે બોર્ડર 2ની આજે ગુરુવારે જાહેરાત કરવામાં આવી છે. સની દેઓલે પોતે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને આ ખુશખબર આપી છે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, કૃષ્ણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા કરી રહ્યા છે. બોર્ડર 2ના ડિરેક્ટર અનુરાગ સિંહ છે. સની દેઓલે બોર્ડર 2ની જાહેરાત સાથે સિનેમાપ્રેમીઓની ઉત્તેજના વધારી દીધી છે. ઘણા સમયથી ફિલ્મ આવવાની વાતો ચાલી રહી હતી પરંતુ હવે તેને ઓફિશિયલી મંજૂરી મળી ગઈ છે. સની દેઓલે ફિલ્મની ક્લિપ પોસ્ટ કરી છે.

 

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

આ વચન 27 વર્ષ પછી પૂર્ણ થશે

સની દેઓલે ટ્વીટ કર્યું કે, “27 વર્ષ જૂનું વચન પૂરું કરવા ફરી એક ફૌજી આવી રહ્યો છે. ભારતની સૌથી મોટી યુદ્ધ ફિલ્મ બોર્ડર 2.” બોર્ડર 2ની એનાઉન્સમેન્ટ  ક્લિપ શેર કરવામાં આવી છે. આના પર દર્શકો તરફથી ઘણી ટિપ્પણીઓ જોવા મળી રહી છે.

ચાહકો ગદર 2થી રાહ જોઈ રહ્યા છે

સની દેઓલની ફિલ્મ ગદર 2 હિટ થયા બાદ દર્શકો બોર્ડર 2ની જાહેરાતની રાહ જોઈ રહ્યા હતા. રિપોર્ટના આધારે ફિલ્મને લગતા અનેકવાર અપડેટ્સ આવ્યા છે. અહેવાલો હતા કે આયુષ્માન ખુરાના પણ તેમાં હશે. હવે સની દેઓલે હાલમાં ફિલ્મના આગમનની પુષ્ટિ કરી છે. કાસ્ટ અને રિલીઝ ડેટ હજુ સસ્પેન્સમાં છે. સની દેઓલે જૂના ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે વર્ષ 2015માં આ વિશે વાત થઈ હતી. તે સમયે સની દેઓલની ફિલ્મો ફ્લોપ થઈ રહી હતી, તેથી બોર્ડર 2 નો વિચાર બંધ થઈ ગયો.

આ પણ જુઓ: શા માટે એક્ટર રામ ચરણ નાયડુના શપથ સમારંભમાં ઈમોશનલ થયો?

Back to top button