20 વર્ષ બાદ ઈમરાન હાશ્મી-મલ્લિકા શેરાવત સાથે, ‘મર્ડર’ની હોટ જોડીનો શું હતો વિવાદ?

- ઈમરાન હાશ્મી અને અભિનેત્રી મલ્લિકા શેરાવતે 2004માં આવેલી એરોટિક-થ્રિલર ફિલ્મ ‘મર્ડર’થી ખૂબ જ ચર્ચાઓ જગાવી હતી. હવે વર્ષો પછી ઈમરાન હાશ્મી-મલ્લિકા શેરાવત સાથે જોવા મળ્યા છે. તેમનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
12 એપ્રિલ, મુંબઈઃ બોલિવૂડ અભિનેતા ઈમરાન હાશ્મી અને અભિનેત્રી મલ્લિકા શેરાવતે 2004માં આવેલી એરોટિક-થ્રિલર ફિલ્મ ‘મર્ડર’થી ખૂબ જ ચર્ચાઓ જગાવી હતી. બંને સ્ટાર્સે તેમની અત્યંત હોટ અને સેન્સેશનલ કેમેસ્ટ્રી દર્શાવીને સ્ક્રીન પર જાણે આગ લગાવી દીધી હતી. આ ફિલ્મ પછી ઈમરાન અને મલ્લિકાની જોડી સુપરહિટ થઈ ગઈ હતી. જોકે, આ ફિલ્મ પછી બંનેએ સાથે બીજી એક પણ ફિલ્મ ન કરી. બંનેને પડદા પર એકસાથે જોવા ચાહકો ઉત્સુક હતા, પરંતુ આજ સુધી તેમની જોડી જોવા મળી નથી. હવે વર્ષો પછી ઈમરાન હાશ્મી-મલ્લિકા શેરાવત સાથે જોવા મળ્યા છે અને ચાહકો તેમને જોઈને ખૂબ જ ખુશ હતા. તેમનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ઈમરાન-મલ્લિકા 20 વર્ષ પછી સાથે દેખાયા
‘મર્ડર’ રીલીઝ થયાના 20 વર્ષ બાદ ઈમરાન અને મલ્લિકા શેરાવત ફરી એક વખત સાથે જોવા મળ્યા છે. છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો. બંનેએ એકબીજા પર કોમેન્ટ્સ પણ કરી અને તેમની લડાઈ જગજાહેર થઈ ગઈ. હવે 20 વર્ષ પછી બંને સ્ટાર્સ તેમના અણબનાવોને ભૂલીને સાથે જોવા મળ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર સામે આવેલા એક વીડિયો દ્વારા આ વાતનો ખુલાસો થયો છે. હાલમાં જ ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતનો એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને એકબીજાને ગળે લગાવતા અને પ્રેમથી વાત કરતા જોવા મળે છે.
View this post on Instagram
ફરી ક્યાં મળ્યા ઈમરાન-મલ્લિકા?
ફિલ્મ નિર્માતા આનંદ પંડિતની પુત્રીના લગ્નની રિસેપ્શન પાર્ટીનું આયોજન 11 એપ્રિલ, ગુરુવારે કરવામાં આવ્યું હતું. આ ભવ્ય સમારોહમાં બોલિવૂડના અનેક સ્ટાર્સે ભાગ લીધો હતો. શાહરૂખ ખાન, શિલ્પા શેટ્ટી-રાજ કુન્દ્રા, તાપસી પન્નુ, એશા ગુપ્તા સહિત ઘણા સેલેબ્સની ઝલક પણ જોવા મળી હતી. આ પાર્ટીમાં ‘મર્ડર’ સ્ટાર્સ ઈમરાન હાશ્મી અને મલ્લિકા શેરાવતે પણ હાજરી આપી હતી. ઈમરાન અને મલ્લિકા એકબીજાને જોતાની સાથે જ ગળે લગાવે છે અને પ્રેમથી વાતચીત કરવા લાગે છે. સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં બંને મીડિયા સામે એકસાથે પોઝ આપી રહ્યાં છે. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો ડિમાન્ડ કરી રહ્યા છે કે બંને ફરી એક સાથે ફિલ્મ કરે.
‘મર્ડર’ના સેટ પર થયો હતો ઝઘડો
ઉલ્લેખનીય છે કે, મલ્લિકા અને ઈમરાન હાશ્મી ફિલ્મ ‘મર્ડર’ બાદ રાતોરાત સ્ટાર બની ગયા હતા. બંનેની હોટ કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી હતી. આ ફિલ્મમાં એકસાથે ઘણા ઈન્ટિમેટ અને કિસિંગ સીન્સ હતા, પરંતુ આ ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. એક ઈન્ટરવ્યુમાં મલ્લિકા શેરાવતે ઈમરાન સાથેની તેમની લડાઈ વિશે ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે બંનેની ફિલ્મના સેટ પર પણ વાત થતી ન હતી. તેણે કબૂલાત કરી હતી કે ફિલ્મના પ્રમોશન દરમિયાન કોઈ ગેરસમજને કારણે આ લડાઈ થઈ હતી અને તેણે વાત કરવાનું બંધ કરી દીધું હતું.
‘કોફી વિથ કરણ’માં ઈમરાને કરી હતી વિવાદિત કમેન્ટ્સ
ઈમરાન હાશ્મીએ પણ કરણ જોહરના પ્રખ્યાત ચેટ શો ‘કોફી વિથ કરણ’માં મલ્લિકા વિશે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી હતી. 2014 માં, જ્યારે હોસ્ટ કરણ જોહરે ઈમરાનને તેના શ્રેષ્ઠ અને સૌથી ખરાબ ઓન સ્ક્રીન કિસર વિશે પૂછ્યું, ત્યારે અભિનેતાએ કહ્યું કે તેની સૌથી ખરાબ ઓન-સ્ક્રીન કિસ તેની ‘મર્ડર’ની કો-સ્ટાર મલ્લિકા સાથે હતી.
આ પણ વાંચોઃ સાઉથ સિનેમાના વધુ એક અભિનેતાને હાર્ટ એટેક, એક મહિનામાં ચાર તમિલ કલાકારના નિધન