ટ્રેન્ડિંગનેશનલ

લગ્નના 2 વર્ષ સુધી પતિએ સુહાગરાત ન મનાવી તો પત્ની પહોંચી પોલીસ સ્ટેશન

Text To Speech
  • મુઝફ્ફરપુરની એક મહિલાએ તેના પતિ સામે FIR નોંધાવી છે, જેમાં ફરિયાદ છે કે લગ્નના 2 વર્ષ પછી પણ તેના પતિએ તેની સાથે સુહાગરાત નથી મનાવી

બિહાર, 20 ફેબ્રુઆરી: મુઝફ્ફરપુરમાં એક મહિલાએ તેના પતિ વિરુદ્ધ શારીરિક સંબંધ ન બાંધવા બદલ FIR નોંધાવી છે. મહિલા થાણા પોલીસે પતિ સહિત છ લોકોના નામ લીધા છે. હવે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પીડિતા વૈશાલી જિલ્લાના લાલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની રહેવાસી છે. જ્યારે આરોપી પતિ અહિયાપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે.

બે વર્ષથી પતિએ મનાવી નથી સુહાગરાત: પિડિતા

પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી FIRમાં પીડિતાએ કહ્યું કે, ‘મારા લગ્ન 31 મે 2021ના રોજ થયા હતા, ત્યાર બાદ હું મારા સાસરે ગઈ. સાસરે ગયા પછી લગ્નને બે વર્ષ સુધી મારા પતિએ મારી સાથે શારીરિક સંબંધો બાંધ્યા ન હતા. આ બધુ થવાથી મે મારા સાસરીયાવાળાને કહ્યું, પરંતુ તેમણે પણ મારા પતિને કંઈ સમજાવ્યા નહીં.’

‘પત્નીને પતિ મારપીટ કરતો’

પત્ની શારીરિક સંબંધ બાંધવાનું કહેતી તો પતિ તેને અવારનવાર મારપીટ કરતો રહેતો હતો. આટલું જ નહીં, તેની પત્ની તેના માતા-પિતાના ઘરે જવાની વાત કહેતી તો તેનો પતિ કહેતો- “જો તું ઘરની બહાર નીકળીશ તો અમે તને અને તારા આખા પરિવારને મારી નાખીશું.” દાદાની તબિયત ખરાબ થતાં પત્ની જેમ તેમ કરીને માતા-પિતાના ઘરે જતી રહી. ઘરે ગયા પછી પત્ની સાસરીયે ન આવતાં પતિ સહિત તેના સાસરીયા પક્ષના લોકો સતત તેને ધમકીઓ આપી રહ્યા છે.

અહીં મહિલા પોલીસ સ્ટેશન અધિકારી અદિતિ કુમારીએ કહ્યું કે આ મામલે એફઆઈઆર નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. નિવેદનમાં પીડિત મહિલાએ કહ્યું કે લગ્ન પછી પતિએ ક્યારેય સુહાગરાત મનાવી નથી. ઘણી વખત સમજાવ્યા પછી પણ પતિ માન્યા નહીં. આખરે પત્નીએ કંટાળીને એફઆઈઆર નોંધાવી છે. પતિ સાથે મળીને તેના સાસરીયા પક્ષના લોકો પણ તેના પર ખોટું દબાણ કરતા હતા.

પોલીસે 7 કલમ હેઠળ FIR નોંધી

મહિલાની ફરિયાદ પર પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 341, 323, 498A, 379, 504, 506, 34 હેઠળ એફઆઈઆર નોંધી છે અને કેસની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: વિવેક બિન્દ્રાની મુશ્કેલી વધી, પત્નીને માર મારવા બદલ FIR દાખલ

Back to top button