12 મહિના 8 દિવસ બાદ ગુરૂની શુક્રની રાશિમાં એન્ટ્રી, આ રાશિઓને થશે લાભ
- ગુરુ લગભગ 12 મહિના 8 દિવસ બાદ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યો છે. 1 મેના દિવસે શુક્રની વૃષભ રાશિમાં ગુરૂના ગોચરથી કેટલીક રાશિઓને જબરજસ્ત લાભ થશે. ગુરૂની શુક્રની રાશિમાં એન્ટ્રી કોની કિસ્મત ચમકાવશે?
ગુરૂ ગ્રહને દેવગુરૂ અને બૃહસ્પતિના નામથી પણ ઓળખવામાં આવે છે. ગુરૂ ધીમી ગતિમાં ગોચર કરે છે. વર્તમાનમાં મેષ રાશિમાં ગુરુ બેઠેલો છે. ગયા વર્ષે 22 એપ્રિલના દિવસે ગુરૂએ મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો. હવે લગભગ 12 મહિના અને 8 દિવસ બાદ ગુરૂ રાશિ પરિવર્તન કરશે. 1 મેના રોજ શુક્રની વૃષભ રાશિમાં ગુરૂ ગોચર કરશે. ગુરૂની શુભ સ્થિતિથી જીવનમાં સુખ-સમૃદ્ધિ વધશે. જાણો ગુરૂની શુક્રની રાશિમાં એન્ટ્રી કોની કિસ્મત ચમકાવશે?
કન્યા રાશિ
વૃષભ રાશિમાં ગુરુની એન્ટ્રી થવાથી કન્યા રાશિના જાતકોને લાભ થશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે. કરિયરમાં પ્રમોશન મેળવવા માટે અનેક જરૂરી ટાસ્ક મળશે. જેને તમારે સુંદર રીતે કરવા પડશે. સમૃદ્ધિનું આગમન થશે. કામના સંદર્ભમાં વિદેશયાત્રા થશે. સંતાન પક્ષમાંથી કોઈ લાભ મળી શકે છે.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકો માટે ગુરૂનું વૃષભ રાશિમાં ગોચર અત્યંત લાભદાયી સાબિત થઈ શકે છે. વેપાર ક્ષેત્રમાં તમને વિદેશી ડીલ મળી શકે છે. લાઈફ પાર્ટનર સાથે ચાલી રહેલી મુશ્કેલીઓ ધીમે ધીમે પૂરી થશે. ગુરૂના શુભ પ્રભાવથી તમારી આર્થિક સ્થિતિ પણ સુધરશે. પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.
વૃષભ રાશિ
વૃષભ રાશિના લોકો માટે ધન અને લગ્નના કારક ગુરૂની એન્ટ્રી શુભ અને ફાયદાકારક માનવામાં આવે છે. તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સુધરશે. ખર્ચા પણ વધી શકે છે. તેથી તમારા બજેટનું ધ્યાન રાખો. આ દરમિયાન નવા કાર્યની શરૂઆત થશે. વૈવાહિક જીવન પણ મધુર રહેશે.