ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં NIAએ 12 દિવસ બાદ આરોપીને ઝડપી પાડ્યો

Text To Speech

બેંગલુરુ (કર્ણાટક), 13 માર્ચ: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ કર્ણાટકના બેંગલુરુમાં રામેશ્વરમ કાફેમાં થયેલા વિસ્ફોટ સાથે સંબંધિત કેસમાં શાબિર નામના વ્યક્તિની અટકાયત કરી છે. આ યુવક આ કેસમાં મુખ્ય શકમંદ માનવામાં આવે છે. NIAની ટુકડીએ તેની પૂછપરછ માટે બલ્લારીથી ધરપકડ કરી છે. NIAએ સૂત્રોને ટાંકીને કહ્યું કે શાબિરને ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઇસ (IED) બ્લાસ્ટ કેસમાં મુખ્ય શંકાસ્પદ તરીકે પણ જોવામાં આવી રહ્યો છે. કારણ કે તે બેલ્લારીમાં 1 માર્ચના બ્લાસ્ટના મુખ્ય શકમંદને મળ્યો હતો. શાબિરે તેની સાથે બેલ્લારીમાં વાત કરી હતી.

શું શંકમદે ગેરમાર્ગે દોરવા પોશાક બદલ્યો હતો?

વિસ્ફોટના લગભગ આઠ કલાક પછી 1 માર્ચના રોજ શંકાસ્પદ વ્યક્તિને છેલ્લે બેલ્લારી બસ સ્ટેન્ડ પર જોવામાં આવ્યો હતો. રામેશ્વરમ કાફે વિસ્ફોટના પાંચ દિવસ પછી, NIAએ ઇસ્લામિક સ્ટેટ (ISIS) મોડ્યુલમાંથી ચાર લોકોની અટકાયત કરી હતી. NIA તપાસ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે રામેશ્વરમ કાફે વિસ્ફોટના શંકમદે કાફેથી લગભગ 3 કિમી દૂર ગયા પછી કપડાં બદલ્યા હતા. તેણે પહેરેલી બેઝબોલ કેપ અને શર્ટ બદલીને કેઝ્યુઅલ ટી-શર્ટ પહેરી હતી.

વિસ્ફોટના આઠ દિવસ બાદ કાફે ફરી શરૂ થયો

નોંધનીય છે કે રામેશ્વરમ કાફે બ્લાસ્ટમાં 10 લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટના આઠ દિવસ બાદ 9 માર્ચે ફરી ખોલવામાં આવ્યો હતો. રામેશ્વરમ કાફેના સહ-સ્થાપક રાઘવેન્દ્ર રાવે કહ્યું હતું કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાને રોકવા માટે અમે અનેક પગલાં લઈ રહ્યા છીએ. અમે અમારી સુરક્ષા ટીમને મજબૂત બનાવી રહ્યા છીએ.

આ પણ વાંચો: NIAએ રામેશ્વરમ કાફે બ્લાસ્ટ કેસમાં શંકાસ્પદની જાહેર કરી નવી તસવીર

Back to top button