ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નાગાલેન્ડમાં AFSPAની મુદતમાં 6 મહિનાનો વધારો, જાણો આ કાયદા વિશે

Text To Speech
  • કેન્દ્ર સરકારે નાગાલેન્ડના 8 જિલ્લામાં આગામી 6 મહિના માટે AFSPA કાયદાને લંબાવવાનો નિર્ણય કર્યો 
  • દીમાપુર, ન્યુલેન્ડ, ચુમૌકેદિમા, સોમ, કિફિરે, નોક્લાક, ફેક અને પેરેન જિલ્લામાં 6 મહિના સુધી લાગુ રહેશે કાયદો 

નવી દિલ્હી, 28 માર્ચ: કેન્દ્ર સરકારે આગામી 6 મહિના માટે નાગાલેન્ડના 8 જિલ્લાઓ અને પાંચ જિલ્લાના પોલીસ સ્ટેશનોને અશાંત જાહેર કરતાં AFSPA (આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ)ની મુદત વધારવાનો નિર્ણય લીધો છે. સરકારે બુધવારે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. રાજ્યોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આ નોટિફિકેશન મુજબ, નાગાલેન્ડના દીમાપુર, ન્યુલેન્ડ, ચુમૌકેદિમા, મોન, કિફિરે, નોકલાક, ફેક અને પેરેન જિલ્લામાં AFSPA લાગુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત, આ જિલ્લાઓમાં આવતા વિસ્તારોમાં પણ AFSPA અમલમાં રહેશે.

ક્યાં-ક્યાં જિલ્લાઓ અને વિસ્તારોમાં કાયદો લાગુ રહેશે?

મળતા અહેવાલ મુજબ, નાગાલેન્ડના કોહિમા જિલ્લાના ખુજામા, કોહિમા ઉત્તર, કોહિમા દક્ષિણ, જુબ્જા અને કેજોચા પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રમાં આવતા વિસ્તારોની સાથો-સાથ મોકોકચુંગ જિલ્લામાં મંગકોલેમ્બા, મોકોકચુંગ-1, લોંગથો, તુલી, લોંગકેમ અને અનાકી  ‘ સી’ પોલીસ સ્ટેશન, લોંગલેંગ જિલ્લાના યાંગલોક પોલીસ સ્ટેશન, વોખા જિલ્લાના ભંડારી, ચંપાંગ અને રાલન પોલીસ સ્ટેશનોં ઘટાશી, પુઘોબોટો, સતાખા, જુન્હેબોટો જિલ્લાના સુરુહૂતો, જુન્હેબોટો અને અઘુનાતો પોલીસ સ્ટેશનમાં પણ લાગુ રહેશે. AFSPAની કલમ 3 હેઠળ ઉપરોક્ત જિલ્લાઓ અને પોલીસ સ્ટેશનો માટે ‘ડસ્ટર્બ્ડ એરિયા’ ટેગનું વિસ્તરણ જરૂરી બની ગયું હતું. કારણ કે છેલ્લી સૂચના 31 માર્ચ 2024 સુધી જ માન્ય હતી.

AFSPA કાયદો શું છે?

આર્મ્ડ ફોર્સીસ સ્પેશિયલ પાવર્સ એક્ટ એ એક એવો કાયદો છે જે આર્મી અને અન્ય કેન્દ્રીય અર્ધલશ્કરી દળોને દરોડા અને ઓપરેશન ચલાવવા તેમજ કોઈપણ પૂર્વ માહિતી અથવા ધરપકડ વોરંટ વિના કોઈપણ જગ્યાએ કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવાની મંજૂરી આપે છે.

આ પણ જુઓ: અમદાવાદમાં હવે ખુલ્લેઆમ વેચાઈ રહ્યું છે એમડી ડ્રગ્સ, સ્થાનિક પોલીસ અજાણ!

Back to top button