ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અફઘાનિસ્તાનની વરવી વાસ્તવિકતાઃ એક સમયનો સ્ટાર ન્યૂઝ એન્કર આજે રસ્તા પર બેસીને ખાવાનું વેંચે છે

Text To Speech

તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદ, અફઘાનિસ્તાનમાં ખુબ આર્થિક અને રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. દેશમાં મોટા મોટા ફેરફાર આવ્યા છે જેના પગલે અનેક લોકોએ પોતાની નોકરીના સંકટ સામે ઝઝૂમવું પડ્યું છે. હાલમાં જ કઈંક એવી તસવીરો સામે આવી છે જે અફઘાનિસ્તાનની વાસ્તવિકતા દર્શાવે છે.

હામિદ કરઝઈ સરકાર સાથે કામ કરી ચૂકેલા કબીર હકમલે હાલમાં જ ટ્વિટર પર એક પોસ્ટ કરી છે. જેમાં જોવા મળે છે કે દેશમાં કેટલા પ્રતિભાશાળી લોકો ગરીબાઈમાં ધકેલાઈ ગયા છે. હકમલે આવા જ એક અફઘાન પત્રકાર મૂસા મોહમ્મદીની તસવીર શેર કરી છે. કેપ્શનમાં હકમલે લખ્યું કે મોહમ્મદી અનેક વર્ષોથી મીડિયા ઈન્ડસ્ટ્રીનો ભાગ હતો. જો કે અફઘાનિસ્તાનમાં એવી ગંભીર સ્થિતિ છે કે તેમણે હવે પોતાની જરૂરિયાતો પૂરી કરવા માટે રસ્તા પર ખાવાનું વેચવું પડે છે.

મહત્વપૂર્ણ છે કે મૂસા મોહમ્મદીએ અનેક ટીવી ચેનલોમાં એક એન્કર અને રિપોર્ટર તરીકે વર્ષો સુધી કામ કર્યું છે. અને હવે તેમની પાસે પરિવારનું ગુજરાન ચલાવવા માટે આવકનો કોઈ સ્ત્રોત નથી. ત્યારે હવે તેઓ પૈસા કમાવવા માટે રસ્તા પર ખાવાનું વેચે છે. તાલિબાનનું રાજ આવ્યા બાદ અફઘાનોએ ગરીબીનો સામનો કરવો પડી રહ્યો છે.

મોહમ્મદીની કહાની હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે. એન્કરની આ કહાની જ્યારે નેશનલ રેડિયો અને ટેલિવિઝનના ઉચ્ચાધિકારીઓ સુધી પહોંચી તો ત્યાંના ડાયરેક્ટર અહમદુલ્લા વાસીકે ટ્વીટ કરીને કહ્યું કે તેઓ પૂર્વ ટીવી એન્કર અને રિપોર્ટરને પોતાની ઓફિસમાં કામ આપશે.

મોહમ્મદીની કહાની હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહી છે.

નોંધનીય છે કે જ્યારથી તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો છે ત્યારથી દેશ એક માનવીય અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. તાલિબાને છેલ્લા કેટલાક મહિનામાં અનેક પત્રકારો, ખાસ કરીને મહિલાઓએ પોતાની નોકરી ગુમાવી છે.

Back to top button