ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અફઘાનિસ્તાન/ કાબુલમાં મોટો વિસ્ફોટ, તાલિબાન સરકારના મંત્રી હક્કાની સહિત 12ના મૃત્યુ 

Text To Speech

કાબુલ, 11 ડિસેમ્બર : અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો વિસ્ફોટ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બુધવારે કાબુલમાં શરણાર્થી મંત્રાલયના કમ્પાઉન્ડમાં થયેલા વિસ્ફોટમાં તાલિબાન શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેના ત્રણ અંગરક્ષકો સહિત 12 લોકો માર્યા ગયા હતા. અહેવાલો અનુસાર, આ હુમલો ત્યારે થયો જ્યારે હક્કાની ખોસ્તથી આવતા લોકોના સમૂહને હોસ્ટ કરી રહ્યા હતા.

તાલિબાન સરકારે ‘ધ ખોરાસાન ડાયરી’ સાથેની વાતચીતમાં આ ઘટનાની પુષ્ટિ કરી છે. હાલમાં આ વિસ્ફોટ કેવી રીતે થયો અને કોણે કરાવ્યો તે અંગે વધુ માહિતી બહાર આવી નથી. અત્યાર સુધી મળેલા ઈનપુટ્સના આધારે તેને આત્મઘાતી હુમલો માનવામાં આવી રહ્યો છે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ વિસ્ફોટમાં આત્મઘાતી હુમલાખોરનું પણ મૃત્યુ થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

ઑગસ્ટ 2021 માં જૂથ સત્તા પર પાછા ફર્યા પછી તાલિબાનના આંતરિક પ્રધાન સિરાજુદ્દીન હક્કાનીના કાકા ખલીલ રહેમાન હક્કાનીને શરણાર્થીઓના કાર્યકારી પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો :છૂટાછેડાના કિસ્સા બની રહ્યા છે ઘાતક, જાણો પુરુષોના અધિકારો શું છે?

દહેજ ઉત્પીડનના કેસોમાં કાયદાનો દુરુપયોગ બંધ થવો જોઈએ; સુપ્રીમ કોર્ટ 

દિલ્હીના ઓટો ડ્રાઈવરો પર મહેરબાન કેજરીવાલ, દીકરીના લગ્ન પર 1 લાખ અને 10 લાખ રૂપિયાનો આપશે જીવન વીમો 

મુસાફરોથી ભરેલા ટાટા મેજિકને ટ્રકે મારી ટક્કર, 7 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ ; 13 ઘાયલ

Personal Loan લેવી છે, Online કે પછી બેંકમાંથી,જાણો કઈ સસ્તી પડશે?

ઝડપથી સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારા વોટ્સઅપ ગ્રુપમાં

https://chat.whatsapp.com/FU8bgMOynfgJl4wCoEeiJw

Back to top button