ટોપ ન્યૂઝવર્લ્ડ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિસ્ફોટ, 19 લોકોના મોત

Text To Speech

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શુક્રવારે સવારે ભયાનક વિસ્ફોટ થયો છે. મળતી માહિતી મુજબ આ વિસ્ફોટ કાબુલની એક શૈક્ષણિક સંસ્થામાં થયો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. હજુ પણ મોતનો આંકડો વધી શકે છે. કોઇ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નહોતી.

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં વિસ્ફોટ

ગૃહ મંત્રાલયના પ્રવક્તા અબ્દુલ નફી ટાકોરે જણાવ્યું હતું કે વિસ્ફોટ વહેલી સવારે થયો હતો. ટાકોરે કહ્યું કે વધુ માહિતી મેળવવા માટે અમારી ટીમોને બ્લાસ્ટના સ્થળે મોકલવામાં આવી છે. જો કે હજુ સુધી કોઈએ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

બ્લાસ્ટમાં 19 લોકોના મોત

કાબુલમાં શિક્ષણ સંસ્થાની અંદર થયેલા વિસ્ફોટની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી. એક વર્ષ પહેલા અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા સંભાળી ત્યારથી આ પ્રકારની હિંસાની ઘણી ઘટનાઓ બની છે. ઇસ્લામિક સ્ટેટ જૂથને તાલિબાનનો મોટો પ્રતિસ્પર્ધી માનવામાં આવે છે. ભૂતકાળમાં મસ્જિદો અને ખાસ કરીને અફઘાનિસ્તાનના શિયા સમુદાયના સભ્યોને હુમલામાં નિશાન બનાવવામાં આવ્યા છે.

Back to top button