વર્લ્ડ

અફગાનિસ્તાન : કાબુલમાં વિદેશ મંત્રાલય પાસે જોરદાર વિસ્ફોટ, 6 ના મોત, અનેક ઘાયલ

Text To Speech

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મોટો વિસ્ફોટ થયો હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ કાબુલમાં વિદેશ મંત્રાલય રોડ પર દૌદજઈ ટ્રેડ સેન્ટર પાસે એકાએક મોટો ધડાકો થયો હતો.

કાબુલમાં એક મોટો બ્લાસ્ટ

પ્રાપ્ત જાણકારી મુજબ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક મોટો બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટના આ ઘટના કાબુલમાં વિદેશમાં મંત્રાલય રોડ પર દૌદજઈ ટ્રેડ સેન્ટર પાસે બની છે. જેમાં 6 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.

કાબુલમાં બ્લાસ્ટ-humdekhengenews

6 લોકોના મોત અને અનેક લોકો ઘાયલ

કાબુલમાં બ્લાસ્ટની આ ઘટનામાં 6 લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હોવાની વિગતો સામે આવી છે. જાણકારી મુજબ આ વિસ્ફોટ ખુબ જ જોરદાર હતો. વિસ્ફોટની ઘટનાને પગલે આસપાસના વિસ્તારોમાં અફરા તફરીનો માહોલ સર્જાયો છે.

આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો વિસ્ફોટ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરે કાબુલના ડાઉનટાઉનમાં દૌદજઈ ટ્રેડ સેન્ટર પાસે વિસ્ફોટ થયો હતો. સ્થાનિક મીડિયા અનુસાર,આ વિસ્ફોટ અત્યંત ભયાનક હતો. જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છે.

પોલીસે 6 લોકોના મોતની પુષ્ટિ કરી

એક તરફ જ્યાં સૂત્રો આને આત્મઘાતી હુમલો ગણાવી રહ્યા છે, તો બીજી તરફ પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, એક વ્યક્તિ ચેકપોસ્ટ તરફ ભાગતો જોવા મળ્યો હતો, જેના પછી બ્લાસ્ટ થયો હતો. બીજી તરફ કાબુલ પોલીસે આ મામલામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

આ પણ વાંચો : રાજ્યમાં પેપર ફૂટવાની વધુ એક ઘટના! યુવરાજસિંહ જાડેજાએ કર્યો ચોંકાવનારો દાવો

Back to top button