ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

અફઘાનિસ્તાન : હેરાત ભૂકંપમાં અત્યારસુધીમાં 320થી વધુના મૃત્યુ થયા

Text To Speech
  • અફઘાનિસ્તાનના હેરાતમાં ભૂકંપ અનુભવાયો 
  • કેન્દ્રબિંદુ હેરાતથી 40 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં
  • મુખ્ય ભૂકંપ પછી આવ્યા આફ્ટરશોક્સ 

અફઘાનિસ્તાનના પશ્ચિમ ભાગમાં આવેલા હેરાતમાં શનિવારે(7 ઓક્ટોબરે) ભયાનક ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપમાં ઓછામાં ઓછા 320 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી. આ મુખ્ય ભૂકંપ પછી તેના આફ્ટરશોક્સ પણ આવ્યા હતા. ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે. યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, આ ભૂકંપનો સ્ત્રોત અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર હેરાતથી 40 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં હતો.

 

સંયુક્ત રાષ્ટ્ર અનુસાર, અફઘાનિસ્તાનના પશ્ચિમ ભાગમાં આવેલા હેરાતની આસપાસ ભૂકંપ આવ્યા બાદ મૃત્યુઆંક વધી રહ્યો છે. હેરાતમાં 6.3 તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 320થી વધુનો થયો છે. જ્યારે સેંકડો લોકો ઘાયલ થયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મુખ્ય ભૂકંપ પછી અનુભવાયા આફ્ટરશોક્સ

હેરાતમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ તે વિસ્તારના રહેવાસીઓ પોતાના ઘર અને દુકાનો છોડીને રસ્તા પર આવી ગયા હતા. યુએસ જીઓલોજિકલ સર્વે મુજબ, મુખ્ય ભૂકંપ પછી રિક્ટર સ્કેલ પર 5.5, 4.7, 6.3, 5.9 અને 4.6 માપવાના પાંચ આફ્ટરશોક્સ આવ્યા હતા.

 

 

અફઘાનિસ્તાનમાં ભૂકંપનો દહેશત 

અહેવાલો મુજબ, 14 સપ્ટેમ્બરે પણ અફઘાનિસ્તાનમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જ્યારે માર્ચમાં અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપમાં લગભગ 13 લોકોના મોત થયા હતા. તો અફઘાનિસ્તાનમાં જૂન 2022માં છેલ્લો મોટો ભૂકંપ આવ્યો હતો. 6.1ની તીવ્રતાના આ ભૂકંપમાં પક્તિકા પ્રાંતમાં લગભગ એક હજાર લોકોના મોત થયા હતા. જ્યારે 1500 લોકો ઘાયલ થયા હતા.

આ પણ જાણો :હમાસ-ઈઝરાયેલ ઘર્ષણમાં બંને પક્ષે ૫૦૦થી વધુ મૃત્યુ

Back to top button