ટોપ ન્યૂઝટ્રેન્ડિંગસ્પોર્ટસ

ચેમ્પિયન્સ ટ્રોફીમાં થયો મોટો ઉલટફેર: ત્રીજી ટીમ પણ બહાર થઈ ગઈ, ગ્રુપ બીમાં સેમીફાઈનલ માટે રસાકસી

AFG vs ENG, ICC Champions Trophy 2025: અફઘાનિસ્તાને ફરી એક વાર ક્રિકેટ જગતમાં સનસની ફેલાવી દીધી છે. અફઘાનિસ્તાને ઈંગ્લેન્ડ જેવી મજબૂત ટીમને હરાવીને મોટો ઉલટફેર કરી દીધો છે. અફઘાનિસ્તાને ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં પોતાની પહેલી જીત પ્રાપ્ત કરતાની સાથે જ ખુદને સેમીફાઈનલની રેસમાંથી યથાવત રાખી છે. જ્યારે ઈંગ્લેન્ડની ટીમે અંતિમ 4ની રેસમાંથી બહાર થઈ ગઈ છે. આ મેચમાં પહેલી બેટીંગ કરતા અફઘાનિસ્તાનની ટીમના સલામી બેટ્સમેન ઈબ્રાહિમ જારદાને 177 રનની મદદથી 50 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 325 રનનો સ્કોર આપ્યો હતો. તેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 49.5 ઓવરમાં 317 રન પર ઓલઆઉટ થઈ ગઈ અને અફઘાનિસ્તાને આ મેચ 8 રને જીતી લીધી. ઈબ્રાહિમ જારદાને રેકોર્ડ તોડી 177 રન બનાવીને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડથી સન્માનિત કર્યો.

ઈંગ્લેન્ડ તરફથી જો રુટે સૌથી વધારે 120 રન બનાવ્યા. અફઘાનિસ્તાન તરફથી બોલીંગમાં અઝમતુલ્લાહ ઉમરજઈે 5 વિકેટ પોતાના નામે કરી. મોહમ્મદ નબીએ 2 બેટ્સમેનનો શિકાર કર્યો. અફઘાનિસ્તાનની ટીમે વન ડે ક્રિકેટમાં ઈંગ્લેન્ડને સતત બીજી વાર હાર આપી છે. આ અગાઉ અફઘાન ટીમે વર્લ્ડ કપ 2023માં દિલ્હીમાં રમાયેલી મેચમાં ઈંગ્લેન્ડને 69 રનને ધૂળ ચટાવી હતી.

ઈંગ્લેન્ડ બહાર

ઈંગ્લેન્ડ અને અફઘાનિસ્તાનની વચ્ચે રમાયેલી આ રોમાંચક કરો યા મરોની મેચ હતી. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાને જીત પ્રાપ્ત કરતા ચેમ્પિયન્સ ટ્રોફીની સેમીફાઈનલ રેસમાં ખુદને બનાવી રાખી છે, જ્યારે ઈંગ્લેન્ડ હાર સાથે જ ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. ઈંગ્લેન્ડ ચેમ્પિયન્સ ટ્રોફી 2025થી બહાર થનારી ત્રીજી ટીમ છે. આ અગાઉ મેજબાન પાકિસ્તાન અને બાંગ્લાદેશ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ચુક્યા છે.

ગ્રુપ એથી ભારત અને ન્યૂઝીલેન્ડ પહેલા જ સેમીફાઈનલમાં જગ્યા ફિક્સ કરી ચુક્યા છે. હવે ગ્રુપ બીમાંથી 2 સેમીફાઈનલ ટીમ તૈયાર થવાની બાકી છે. સેમીફાઈનલના 2 સ્પોટ માટે ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે ટક્કર છે. ગ્રુપ બીમાં સાઉથ આફ્રિકા 3 પોઈન્ટ સાથે પહેલા સ્થાન પર છે, જ્યારે વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા એટલા જ પોઈન્ટ સાથે બીજા સ્થાન છે. બંને ટીમો વચ્ચે ફક્ત નેટ રન રેટનું અંતર છે. ત્રીજા સ્થાન પર અફઘાનિસ્તાન છે, જે 2 મેચમાં પહેલી જીત બાદ 2 પોઈન્ટ થઈ ગયા છે. તો વળી ઈંગ્લેન્ડની ટીમ ટૂર્નામેન્ટમાંથી આઉટ થઈ ગઈ છે.

આ પણ વાંચો: મહાકુંભ: 45 દિવસથી ચાલી રહેલા મહાપર્વનું સમાપન, રેકોર્ડ 66.30 કરોડ શ્રદ્દાળુઓએ ડૂબકી લગાવી

Back to top button