ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

અફઘાનિસ્તાને દિલ્હીમાં તેના દૂતાવાસને કાયમી ધોરણે બંધ કરવાની કરી જાહેરાત, જાણો શું છે કારણ ?

  • અફઘાનિસ્તાને એક નિવેદન જારી કરીને ભારતમાં પોતાના દૂતાવાસ કાયમી ધોરણે બંધ કરી
  • ભારત સરકાર તરફથી મળતા સતત પડકારોને કારણે નિર્ણય લેવામાં આવ્યો : અફઘાન દૂતાવાસ

નવી દિલ્હી, 24 નવેમ્બર : અફઘાનિસ્તાને ભારતમાં નવી દિલ્હી ખાતેની પોતાની દૂતાવાસને કાયમી ધોરણે બંધ કરવાનો નિર્ણય લીધો છે. અફઘાન દૂતાવાસ તરફથી એક નિવેદન જારી કરીને આ અંગેની માહિતી આપવામાં આવી છે. રાજદ્વારી મિશનને બંધ કરવા પર એક સત્તાવાર નિવેદન જારી કરીને, અફઘાન દૂતાવાસે જણાવ્યું કે, ‘ભારત સરકાર તરફથી સતત પડકારોને કારણે, આ આદેશ 23 નવેમ્બર, 2023થી અમલમાં મૂકવામાં આવ્યો છે . આ નિર્ણય 30 સપ્ટેમ્બરે દૂતાવાસ દ્વારા કામગીરી બંધ કરવાના નિર્ણયને પગલે લેવામાં આવ્યો છે. આ પગલું તેવી આશાએ ભરવામાં આવ્યું હતું કે મિશનને સામાન્ય રીતે ચલાવવા માટે ભારત સરકારનું વલણ સાનુકૂળ રીતે બદલાશે.

 

અફઘાન દૂતાવાસે નિવેદન જાહેર કરતાં શું જણાવ્યું ?

અફઘાન દૂતાવાસે વધુમાં જણાવ્યું હતું કે, “કેટલાક લોકો રાજદ્વારીઓએ તાલિબાન પ્રત્યે વફાદારી છોડી દીધી હોવાનું કહીને આ પગલાને આંતરિક સંઘર્ષ તરીકે ગણાવવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ ‘આ નિર્ણય નીતિ અને હિતમાં વ્યાપક ભિન્નતાનું પરિણામ છે.” દૂતાવાસે કહ્યું, ‘અમે ભારતમાં અમારા મિશનના કાર્યકાળ દરમિયાન અફઘાન નાગરિકોને તેમની સમજણ અને સમર્થન માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. મર્યાદિત સંસાધનો અને સત્તાઓ હોવા છતાં, અમે કાબુલમાં કાયદેસરની સરકારની ગેરહાજરીમાં ભારતમાં અમારા નાગરિકોની સુધારણા માટે અથાક પ્રયાસો કર્યા.”

 

અગાઉ અફઘાન દૂતાવાસે ભારત તરફથી જરૂરી સમર્થન ન મળતું હોવાનું કહ્યું 

વધુમાં દૂતાવાસે જણાવ્યું કે, ‘અમે અફઘાન સમુદાયને ખાતરી આપીએ છીએ કે ભારત સાથેના ઐતિહાસિક અને દ્વિપક્ષીય સંબંધોને ધ્યાનમાં રાખીને અફઘાનિસ્તાનની સદભાવના અને હિતોના આધારે પારદર્શિતા, જવાબદારી, નિષ્પક્ષતા અને પ્રતિબદ્ધતા સાથે નાગરિકોના હિતમાં કાર્ય કરવામાં આવશે.” અગાઉ 30 સપ્ટેમ્બરના રોજ અફઘાન દૂતાવાસે એક નિવેદનમાં કહ્યું હતું કે, “તે ‘યજમાન સરકાર તરફથી જરૂરી સમર્થન, સંસાધનો અને કર્મચારીઓની અછતને કારણે અફઘાનિસ્તાનના શ્રેષ્ઠ હિતોની સેવામાં અપેક્ષાઓ પૂરી કરવામાં સફળ રહી નથી.’ તેથી, તે 1 ઓક્ટોબરથી તેની કામગીરી બંધ કરી રહ્યું છે.

નવી દિલ્હીમાં અફઘાનિસ્તાન દૂતાવાસે તેના નિવેદનમાં કહ્યું, ‘જો અન્ય કોઈ જૂથનું પ્રતિનિધિત્વ કરતા લોકો તાલિબાનને સમર્થન કરે છે, તો તે ભારત સરકારનો નિર્ણય હશે. પરંતુ અમે ભારત સરકારને કહ્યું કે, “જ્યાં સુધી અફઘાનિસ્તાનમાં કાયદેસરની સરકાર ન આવે ત્યાં સુધી અમને અમારો ધ્વજ ફરકાવવાનું સન્માન આપવામાં આવે અને રાજદ્વારી સંબંધો 1961ના વિયેના કન્વેન્શનના ધોરણોને આધારે જ્યાં સુધી અફઘાનિસ્તાનની સત્તા પર કોઈ કાયદેસરની સરકાર ન બને, ત્યાં સુધી દૂતાવાસ બંધ રહેવું જોઈએ. આજની તારીખે, ભારતમાં ઈસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનનું પ્રતિનિધિત્વ કરતો કોઈ રાજદ્વારી નથી. જો કોઈ આવો દાવો કરે તો તેને ઈસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તાનનો પ્રતિનિધિ ન ગણવો જોઈએ.”

આ પણ જુઓ :કતર કોર્ટે ભારતની અરજી સ્વીકારી, ફાંસીની સજા પામેલા 8 ભારતીયો માટે આશાનું કિરણ

Back to top button