અફઘાન બાળકીએ પિતાને પુછ્યુ છોકરીઓને સ્કૂલે કેમ નથી જવા દેતા? Video વાયરલ
અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાને સત્તા કબજે કરી છે, ત્યારથી તેમણે છોકરીઓને સ્કૂલે જવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. અફઘાનિસ્તાનમાં છોકરીઓ સ્કૂલે જવાનું સપનું જુએ છે, ત્યારે અફઘાનિસ્તાનની એક નાનકડી બાળકીનો પોતાના પિતાની સાથેની વાતચીતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે મજાકમાં તેમને કહી રહી છે કે શું સ્કૂલ ફક્ત છોકરાઓ માટે જ હોય છે.
અફઘાન બાળકીએ કહ્યુ છોકરીઓને સ્કૂલે કેમ નથી જવા દેતા?
પિતા પોતાની દીકરીને પૂછે છે કે- તે પરેશાન કેમ છે? દીકરી જવાબ આપે છે કે તમે કહ્યું હતું કે મને સ્કૂલે નહીં જવા દો. ત્યારે તે વ્યક્તિએ કહ્યું કે- હું માત્ર તારા ભાઈને જ સ્કૂલમાં મોકલીશ કેમકે સ્કૂલમાં માત્ર છોકરા જ જાય છે, છોકરીઓ નહીં.
View this post on Instagram
“કાબુલથી કંધાર સુધી તમે કેટલી જગ્યાઓને નષ્ટ કરી દીધી”
ત્યારે દીકરીએ પોતાના પિતાને કહ્યું કે- છોકરીઓ પણ સ્કૂલે જાય છે. તેણે કહ્યું- લડાઈ અને વિનાશ 2 વસ્તુ છે જેમાં તમામ પુરુષ હોય છે. જ્યારે પિતાને પૂછ્યું કે તેવી કઈ વસ્તુ છે જેણે પુરુષોએ નષ્ટ કરી છે, તો તે જવાબ આપતા કહે છે કે- તમે જાતે જ જોઈ લો, કાબુલથી કંધાર સુધી તમે કેટલી જગ્યાઓને નષ્ટ કરી દીધી છે.
આપણે આપણાં દેશનું પુન:ર્નિર્માણ કરવું પડશે: બાળકી
બાળકી કહે છે કે મહિલાઓ માત્ર ઘરમાં જ રહે છે અને તેમણે કંઈ જ નષ્ટ નથી કર્યું. સામાન્ય રીતે છોકરીઓ સ્કૂલે જાય છે, મહિલાઓ નહીં. પરંતુ મહિલાઓ સ્કૂલે પણ જઈ શકે છે. જ્યારે તેણે પૂછવામાં આવ્યું કે- જો તે સ્કૂલ ગઈ તો શું મેળવી લેશે, તો તેણે કહ્યું કે તે ડોકટર, એન્જિનિયર કે ટીચર બનશે. તેણે વધુમાં કહ્યું- આપણે આપણાં દેશનું પુનર્નિર્માણ કરવું પડશે.
કોણે વિડિયો કર્યો શેર?
ઈન્સ્ટાગ્રામ પેજ ‘ધ અફઘા’ને બાળકીનો વીડિયો શેર કર્યો અને લખ્યું- આ પ્રેરણાદાયક વીડિયોમાં એક અફઘાન પિતા મજાકમાં પોતાની દીકરીને કહે છે કે સ્કૂલ માત્ર છોકરાઓ માટે જ છે. પરંતુ આ બાળકી બુદ્ધિમત્તા અને દ્રઢ વિશ્વાસ સાથે જવાબ આપે છે અને કહે છે કે શિક્ષણ લિંગની ચિંતા કર્યા વગર બધા માટે છે. તેનો તર્ક ઘણું જ કહી આપે છે, શિક્ષણ એક મૌલિક અધિકાર છે જે તમામ અફઘાન છોકરીઓ માટે સુલભ હોવી જોઈએ. અફસોસની વાત એ છે કે એક વર્ષથી વધુ સમયથી અફઘાન છોકરીઓને સ્કૂલ અને વિશ્વવિદ્યાલયમાં અભ્યાસ કરવાથી વંચિત કરી દેવાઈ છે.
આ પણ વાંચો: ઈઝરાયેલના ડોક્ટરોએ કર્યો ચમત્કાર, ધડથી અલગ માથાને ફરી જોડ્યુ! જાણો સમગ્ર મામલો