AFG vs SA: અફઘાનિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો કર્યો નિર્ણય

WORLD CUP 2023: આજે 2023 વર્લ્ડ કપની 42મી મેચ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચે ટોસ ઉછાળવામાં આવ્યો છે. જેમાં અફઘાનિસ્તાને ટોસ જીત્યો છે, અને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
સેમીફાઈનલમાં ત્રણ ટીમો પહોંચી ગઈ છે, જેમાં ભારત, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના નામ સામેલ છે, ત્યારે ગઈ કાલે ગુરુવારે (9 નવેમ્બર) ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 23.2 ઓવરમાં 5 વિકેટે હરાવીને સેમીફાઈનલમાં પોતાનો દાવો મજબૂત કર્યો છે. આ સિવાય પાકિસ્તાન ટીમ તેમજ અફઘાનિસ્તાનની ટીમ હજી પણ સેમીફાઈનલના રેસમાં છે, પરંતુ તેમના માટે ઓછી સંભાવ રહી છે એમ કહી શકાય.
દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન ટીમના ખેલાડીઓ:
અફઘાનિસ્તાનની પ્લેઈંગ ઈલેવન: રહેમાનુલ્લા ગુરબાઝ, ઇબ્રાહિમ ઝદરાન, રહમત શાહ, હશમતુલ્લાહ શાહિદી (C), અઝમતુલ્લા ઓમરઝાઇ, મોહમ્મદ નબી, રાશિદ ખાન, ઇકરામ અલીખિલ (W), મુજીબ ઉર રહેમાન, નૂર અહમદ, નવીન-ઉલ હક
દક્ષિણ આફ્રિકાની પ્લેઈંગ ઈલેવન: ક્વિન્ટન ડી કોક (W), ટેમ્બા બાવુમા (C), રાસી વાન ડેર ડુસેન, એઇડન માર્કરામ, હેનરિક ક્લાસેન, એન્ડીલે ફેહલુકવાયો, ડેવિડ મિલર, ગેરાલ્ડ કોએત્ઝી, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી એનગીડી
પિચ રિપોર્ટ:
આજની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે . આ વર્લ્ડ કપમાં અત્યાર સુધી એક પણ ટીમ આ મેદાન પર 300નો આંકડો સ્પર્શી શકી નથી. લાલ અને કાળી માટીથી બનેલી વિવિધ પીચ છે અને આ બે માટીના મિશ્રણથી બનેલી પીચ પણ છે. લાલ માટી ઝડપી બોલરો માટે મદદરૂપ છે અને કાળી માટી પર સ્પિનરો વધુ અસરકારક છે.
POINTS TABLE:
View this post on Instagram
દક્ષિણ આફ્રિકા માટે આ મેચ 16 નવેમ્બરે રમાનાર સેમિફાઇનલ મેચ માટે પ્રેક્ટિસ કરવા બરાબર હશે. બીજી તરફ, અફઘાનિસ્તાન આ મેચ જીતીને તેના શાનદાર વર્લ્ડ કપ અભિયાનને અલવિદા કહેશે.
જો કે, અફઘાનિસ્તાનની ટીમ હજુ પણ સેમીફાઈનલની રેસમાં છે પરંતુ ખાલી પડેલી એક જગ્યામાં તેને સ્થાન બનાવવું હવે સહેલું રહ્યું નથી. કેમ કે અફઘાનિસ્તાન ટીમ આજે દક્ષિણ આફ્રિકા ટીમને 438 રનથી હારવે તો તે આવી શકે છે, પરંતુ એ શક્ય નથી, કારણે કે સામે પણ મજબુત ટીમ ઉભી છે. આજની મેચ અફઘાન ટીમ માટે આ વર્લ્ડ કપની છેલ્લી મેચ જ હોઈ શકે છે.
આ પણ વાંચો: શું પાકિસ્તાનની ટીમે સેમિફાઇનલમાં જગ્યા બનાવશે ? જાણો સેમિફાઇનલનું સમીકરણ