- ભારતમાં સ્કાય બસ સિસ્ટમ ફરી એકવાર ચર્ચાનો વિષય બની
- શું ભારતમાં આવી પરિવહન વ્યવસ્થાનો આ પહેલો પ્રયાસ છે?
- નિતિન ગડકરીએ શારજાહમાં યુ-સ્કાઈ ટેક્નોલૉજીની સ્કાઈ બસની સવારી કરી
કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)ના શારજાહમાં યુ-સ્કાઈ ટેક્નોલૉજીની સ્કાઈ બસની સવારી કરી હતી. તેમણે યુ-સ્કાઈ ટેક્નોલૉજી પૉલિટ સર્ટિફિકેશન એન્ડ એક્સપીરિયંસ સેન્ટરનો પ્રવાસ કર્યો હતો. તેમણે હવાઈમાં ઉડનારી બસ એટલે કે સ્કાઈ બસના ડેમોનો અનુભવ કર્યો હતો. જેમાં તેમણે સ્કાઈ બસની સવારી કરી હતી. અને જણાવ્યું હતુ કે આ ટેક્નોલોજી ભારતમાં લાવવામાં આવશે.
केंद्रीय मंत्री श्री @nitin_gadkari जी ने अपने प्राग से भारत की यात्रा के दौरान शारजाह, संयुक्त अरब अमीरात में यू-स्काई टेक्नोलॉजी के पायलट सर्टिफिकेशन एंड एक्सपीरियंस सेंटर का दौरा किया, जिसमें उन्होंने हवा में उड़ने वाली बस (स्काई बस) के डेमो का अनुभव किया और इस बस की परीक्षण… pic.twitter.com/OQDORC9Q7E
— Office Of Nitin Gadkari (@OfficeOfNG) October 4, 2023
આ પણ વાંચો: ગુજરાતમાં કપાસના વાવેતરમાં આ વિસ્તાર છે પ્રથમ નંબરે
હવે ભારતમાં પણ સ્કાઈ બસ સેવાની શરૂઆત થઈ શકે છે
સ્કાઈ બસ એક કાયમી અને ભીડભાડથી મુક્ત શહેરી ગતિશીલતા આપે છે. તેવામાં ચર્ચા છે કે હવે ભારતમાં પણ સ્કાઈ બસ સેવાની શરૂઆત થઈ શકે છે. નિતિન ગડકરીએ જણાવ્યું છે કે દેશના બેંગલુરુ, પુણે, નાગપુર અને દિલ્હી જેવા શહેરોમાં આ સેવા ઉપલબ્ધ થઈ શકે છે. આ શહેરોમાં સ્કાઈ બસની ટેક્નોલોજી કારગર સાબિત થશે તેવી આશા છે. અને આ ટેક્નોલોજીને ભારતમાં લાવવાના પ્રયત્નો થઇ રહ્યાં છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પ્રદૂષણની વધતી સમસ્યા દૂર કરવા અને બળતણનો યોગ્ય ઉપયોગ કરવા માટે સ્કાઈ બસ યોજનાની ઈચ્છા જાહેર કરી છે. ગડકરીએ એક ઇવેન્ટમાં જણાવ્યું હતું કે ટ્રાફિક અને પ્રદૂષણથી બચવા માટે દિલ્હી અને હરિયાણાની કેટલીક જગ્યાઓ પર સ્કાઈ બસ શરૂ કરવા માંગીએ છીએ.
ભારતમાં સ્કાય બસ સિસ્ટમ ફરી એકવાર ચર્ચાનો વિષય બની
ભારતમાં સ્કાય બસ સિસ્ટમ ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ દેશમાં સ્કાય બસ સિસ્ટમ કાર્યરત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ પ્રોજેક્ટ દિલ્હી અને ગુરુગ્રામને જોડવાની ધારણા છે, જે મેટ્રો અને ટ્રાફિક ભીડ માટે સંભવિત ઉકેલ છે. પરંતુ સ્કાય બસ ખરેખર શું છે અને શું ભારતમાં આવી પરિવહન વ્યવસ્થાનો આ પહેલો પ્રયાસ છે?
આ પણ વાંચો: અમદાવાદ: દરોડામાં નકલી એન્ટિબાયોટિક દવાઓ બનાવવાના કૌભાંડમાં થયો મોટો ખુલાસો
જાણો ભારતમાં સ્કાય બસનો ઇતિહાસ
ભારતમાં સ્કાય બસ પ્રોજેક્ટની જાહેરાત સૌપ્રથમવાર ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દ્વારા 2003માં નવા વર્ષની ભેટ તરીકે કરવામાં આવી હતી. પ્રારંભિક યોજના રૂ. 100 કરોડના અંદાજિત ખર્ચ સાથે ગોવામાં સ્કાય બસ શરૂ કરવાની હતી. પાયલોટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનો ઉદ્દેશ્ય માપુસાને પણજીથી જોડવાનો છે, જે 10.5 કિમીના પ્રારંભિક રૂટને આવરી લે છે. જો કે, 2016 માં, કોંકણ રેલવે કોર્પોરેશને તે સમયે આર્થિક સંભવિતતાની ચિંતાઓને કારણે સ્કાય બસ પ્રોજેક્ટને રદ કરવાનો નિર્ણય લીધો હતો.