ટ્રેન્ડિંગનેશનલમીડિયાસાયન્સ એન્ડ ટેકનોલોજી

ભારતમાં રાત્રીના સમયે પડેલી વીજળીનો અવકાશમાંથી લેવાયેલો ફોટો વાયરલઃ જૂઓ કોણે ઝડપી તસવીર

દિલ્હી, 18 ઓગસ્ટ: નાસાના અવકાશયાત્રી મેથ્યુ ડોમિનિકે તાજેતરમાં અવકાશમાંથી લીધેલી ભારતની એક દુર્લભ અને હૃદયસ્પર્શી તસવીર શેર કરી છે. 17 ઓગસ્ટે પોસ્ટ કરવામાં આવેલી આ તસવીરમાં રાત્રિના આકાશમાં વીજળીનો ચમકદાર અને અદભૂત નજારો દેખાઈ રહ્યો છે. પૃથ્વીની પૃષ્ઠભૂમિમાં કેદ થયેલી વીજળીના આ ફ્લેશે સોશિયલ મીડિયા વપરાશકર્તાઓને આશ્ચર્યચકિત કરી દીધા છે. ખાસ વાત એ છે કે આ તસવીર એટલી પરફેક્ટ છે કે તેને કોઈ એડિટીંગની જરૂર નથી. આ પોસ્ટને અત્યાર સુધીમાં 1 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને તે ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

પોસ્ટમાં આપેલા કેપ્શન કેચ્યું ધ્યાન

ડોમિનિકે આ તસવીરના કેપ્શનમાં લખ્યું છે કે, ‘રાત્રેના સમયે ભારત પર વીજળી. વીજળીને પકડવા માટે હું બર્સ્ટ મોડનો ઉપયોગ કરું છું. આશા રાખું છું હું કે વીજળી ફ્રેમમાં આવે. હું ખુજ ખુશ થયો જ્યારે આ વીજળી ફ્રેમની બરાબર મધ્યમાં આવી. કોઈ ક્રોપની જરુર નથી.’

ડોમિનિકે જણાવ્યું હતું કે પટ્ટા સ્પેસ સ્ટેશનની ઝડપી ગતિ અને 1/5 સેકન્ડના એક્સપોઝર ટાઈમને કારણે બન્યા છે. વધુમાં, ફ્રેમની ડાબી અને મધ્યમાં શહેર પરના ધુમ્મસને વાદળો અને ભ્રમણકક્ષાની ગતિને કારણે સંધિકાળ તરીકે વર્ણવવામાં આવ્યા છે.

અહીં જૂઓ તસવીર:

 

સોશિયલ મીડિયાએ કરી ટિપ્પણીઓ

તસવીર પર લોકોની રસપ્રદ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. એક યુઝરે પૂછ્યું, ‘શું આ વીજળી બેંગલુરુ પાસે ડેક્કન પ્લેટુની વચ્ચે પડી છે?’ ડોમિનિકે હજુ સુધી આ અંગે કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી, પરંતુ લોકો જાણવા માગતા હતા કે આ વીજળી ભારતના કયા ભાગમાં પડી છે.

સોશિયલ મીડિયા પર તસવીર થઈ રહી છે વાયરલ

આ તસવીરે સોશિયલ મીડિયા પર માત્ર વાહવાહી જ નથી મેળવી, પરંતુ ચર્ચા પણ જગાવી છે. આ દુર્લભ નજારો જોઈને લોકો ચોંકી ગયા છે અને આ અદભૂત તસવીરના વખાણ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેને કુદરતનો અદ્ભુત ચમત્કાર ગણાવી રહ્યા છે તો કેટલાક તેને ડોમિનિકની પરફેક્ટ ફોટોગ્રાફીનું પરિણામ ગણાવી રહ્યા છે. વળી, કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે અવકાશમાંથી લેવાયેલ આ દૃશ્ય દર્શાવે છે કે વિજ્ઞાન અને પ્રકૃતિ વચ્ચેનો સમન્વય આપણી દુનિયાને કેવી રીતે વધુ સુંદર બનાવે છે.

આ પણ વાંચો: ISROએ ફરી રચ્યો ઇતિહાસ: SSLV-D3 રોકેટ અને અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ EOS-8 સફળતાપૂર્વક લોન્ચ

Back to top button