ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનવરાત્રિ-2024

એ હાલો.. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા માટે ગરબાની થીમ પર નવરાત્રીનું આયોજન

Text To Speech
  • કાલથી બે દિવસ નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ -૧ ખાતે નવરાત્રીનું આયોજન
  • એકતાનગર અને તમામ પ્રવાસીઓ માટે નિ:શુલ્ક આયોજન

ગાંધીનગર, 4 ઓક્ટોબર : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શક્તિ પર્વ શુભ નવરાત્રીનું રાષ્ટ્રીય એકતા માટે ગરબાની થીમ પર તા. ૫ અને ૬ ઓકટોબર ૨૦૨૪ ના રોજ રાત્રે ૮ થી ૧૨ દરમ્યાન નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ -૧ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે, સમગ્ર આયોજન ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુકત ઉપક્રમે આયોજન કરવામાં આવ્યુ છે.

નવરાત્રી દરમ્યાન એકતા નગર ખાતે પ્રવાસે આવતા પ્રવાસીઓ અને એકતાનગર વાસીઓ અને અત્રે ફરજ બજાવતા કર્મયોગીઓ માટે ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુકત ઉપક્રમે શક્તિ પર્વ શુભ નવરાત્રીનું “રાષ્ટ્રીય એકતા માટે ગરબા”ની થીમ પર સમગ્ર આયોજન ઘડવામાં આવ્યુ છે. એકતા ગરબા મહોત્સવ નર્મદા ડેમ વ્યુ પોઇન્ટ -૧ ખાતે તા. ૫ અને ૬ ઓકટોબર ૨૦૨૪ દરમ્યાન રાત્રીના ૮ થી ૧૨ સુધી યોજાશે.

આ અંગે માહિતી આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ના અધિક કલેકટર નારાયણ માધુ અને ગોપાલ બામણીયાએ જણાવ્યુ હતુ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વૈશ્વિક પ્રવાસન સ્થળ બન્યુ છે. અહિંયા તહેવારો દરમ્યાન અનેક કાર્યક્રમોના આયોજન કરવામાં આવે છે, તે જ ઉપક્રમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુકત ઉપક્રમે “એકતા માટે ગરબા” ની થીમ પર એકતા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં તમામ લોકો નિ:શુલ્ક ધોરણે ભાગ લઇ શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.

Back to top button