- VIPઓના 150થી વધુ લક્ઝુરિયસ જેટ આવશે
- 100થી વધુ દેશના મહેમાનો તેમજ મહેમાનો હાજર રહેશે
- 43 જેટલાં પાર્કિંગ ફુલ થઈ જવાની સંભાવના
આગામી 9 અને 10 જાન્યુઆરીના ગાંધીનગરમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024 નું આયોજન થઈ રહ્યું છે. આ વચ્ચે 100થી વધુ દેશના મહેમાનો તેમજ મોટી સંખ્યામાં ઉદ્યોગકારો ગુજરાત આવી રહ્યા છે. આ માટે અમદાવાદ એરપોર્ટ પર પણ સૌથી વધુ ટ્રાફિક જોવા મળી શકે છે. જેના પગલે એરપોર્ટ ઓથોરિટી દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.
અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે 9થી 12 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર સામાન્ય કરતાં વધુ મુસાફરોની અવરજવરની અપેક્ષા છે, જેથી તમામ મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આગળનું આયોજન કરે અને મુસાફરી માટે વધારાનો સમય ફાળવવો પડશે.
આ પણ વાંચો : રાજ્યમાં આજે અને આવતીકાલે કમોસમી વરસાદની આગાહી
આ સાથે જ એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર, ફ્લાઇટના સમય કરતાં 3 કલાક પહેલાં એરપોર્ટ પહોચવું હિતાવહ રહેશે. આ ઉપરાંત એરપોર્ટ સુધી પહોંચવાના રસ્તા પર પણ વધુ ટ્રાફિક રહેવાની શક્યતા છે, જેથી સમય કરતાં વહેલા પહોંચવાની તૈયારીઓ રાખવી આવશ્યક છે. અમદાવાદ એરપોર્ટ પર VVIP મૂવમેન્ટ માટે સૌથી પ્રથમ પસંદગીનું એરપોર્ટ છે. 9થી 12 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર ફ્લાઇટ સહિત અન્ય અનેક ફ્લાઇટ લેન્ડ થશે. ત્યારે મુસાફરોનો જમાવડો પણ વધુ રહેશે.
આ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર VIPઓના 150થી વધુ લક્ઝુરિયસ જેટ આવશે. જ્યારે દેશ વિદેશના 150થી વધુ ચાર્ટર્ડ ફ્લાઇટોની અવરજવર થશે. તેમજ 43 જેટલાં પાર્કિંગ ફુલ થઈ જવાની સંભાવના છે. તો પાર્કિંગ ફુલ થાય તો વડોદરા, સુરત, રાજકોટ પાર્ક કરાવાશે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે.