ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અડવાણીને ભારત રત્નની ઘોષણા બાદ પાર્ટીના નેતાઓ અને વિપક્ષે શુભેચ્છા પાઠવી

નવી દિલ્હી, 03 ફેબ્રુઆરી: લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્નથી સન્માનિત કરાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલ કૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરાશે. આ અંગેની જાહેરાત બાદ અડવાણી પરિવારમાં ખુશીનો માહોલ છે. આ ઉપરાંત, પાર્ટીના નેતા, કેન્દ્રીય મંત્રી સહિત વિપક્ષી દળના નેતાઓએ પણ લાલ કૃષ્ણ અડવાણીને અભિનંદન પાઠવ્યા છે.

પુત્રી પ્રતિભા અડવાણીએ ખુશી વ્યક્ત કરી

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની પુત્રી પ્રતિભા અડવાણીએ તેમના પિતાને ભારત રત્ન મળવા પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, સમગ્ર પરિવાર અને હું ખૂબ જ ખુશ છીએ કે તેમને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી નવાજવામાં આવશે. તેઓ ખુદ ખૂબ જ ખુશ છે. તેમણે કહ્યું કે તેમણે પોતાનું સમગ્ર જીવન દેશની સેવામાં સમર્પિત કર્યું છે. પીએમની સાથે સાથે, દેશ, જનતાનો પણ આભાર કે તેમને તેમના જીવનના આ તબક્કે આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે.

પુત્ર જયંત અડવાણીએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો

અડવાણીજીએ ભારત રત્નથી સન્માનિત કરવા બદલ પુત્ર જયંત અડવાણીએ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, મારા પિતાનું યોગદાન ખૂબ જ પ્રશંસનીય છે.

કરોડો દેશવાસીઓ માટે સન્માન સમાન: અમિત શાહ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, અડવાણીજી તેમનું સમગ્ર જીવન નિઃસ્વાર્થ ભાવે દેશ અને તેમના દેશવાસીઓની સેવા માટે સમર્પિત કર્યું હતું. પાર્ટી અને વિચારધારા પ્રતિ તેમના વિરાટ યોગદાનને શબ્દોમાં સમાવી શકાય તેમ નથી. પીએમ મોદી દ્વારા તેમને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવાનો નિર્ણય કરોડો દેશવાસીઓ માટે સન્માન સમાન છે.

ભારત રત્ન પુરસ્કાર એક સન્માનની વાત: રક્ષામંત્રી

રક્ષા મંત્રી રાજનાથ સિંહે ખુશી વ્યક્ત કરતા લખ્યું કે, “આપણા બધા માટે પ્રેરણા અને દેશના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાના નિર્ણયથી ખૂબ જ આનંદ અને ખુશી અનુભવું છું. તેમણે ભારતની એકતા અને અખંડિતતાને અકબંધ રાખવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. એક રાષ્ટ્રીય નેતા તરીકે, તેમણે તેમની વિદ્વતા, સંસદીય અને વહીવટી ક્ષમતાથી દેશ અને લોકતંત્રને મજબૂત બનાવ્યું છે. તેમને ભારત રત્નનો પુરસ્કાર એક મહાન સન્માનની વાત છે.

નીતિન ગડકરીએ ખુશી વ્યક્ત કરી

નીતિન ગડકરીએ કહ્યું કે, દેશના સૌથી વરિષ્ઠ નેતા અને અમારા માર્ગદર્શક લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્ન આપવાની જાહેરાત ખૂબ જ આનંદદાયક છે. આઝાદી પછી દેશના પુન:ર્નિર્માણમાં અડવાણીજીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

સરકારમાં અડવાણીજીનું નેતૃત્વ પ્રેરણાદાયક: એસ જયશંકર

દિલ્હીના CM કેજરીવાલે અડવાણીજીને શુભેચ્છા પાઠવી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અડવાણીના લાંબા આયુષ્યની શુભેચ્છા પાઠવી અને કહ્યું, ભારત રત્ન પુરસ્કારની જાહેરાત પર વરિષ્ઠ નેતા લાલ કૃષ્ણ અડવાણીજીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓ હંમેશા સ્વસ્થ અને લાંબુ આયુષ્ય જીવે.

NCP નેતા શરદ પવારે શુભેચ્છા પાઠવી

આ સિવાય કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલ, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, મધ્ય પ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, BRS નેતા કવિતા, આંધ્ર પ્રદેશના પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુ સહિત કેન્દ્રીય મંત્રી, પાર્ટીના કાર્યકરોએ લાલ કૃષ્ણ અડવાણીને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી.

આ પણ વાંચો: બ્રેકિંગ ન્યૂઝઃ લાલકૃષ્ણ અડવાણીને ભારતરત્ન એનાયત થશે

Back to top button