ટ્રેન્ડિંગનેશનલમીડિયાવર્લ્ડવિશેષ

પુખ્ત પુરુષોને સેક્સ અને પોર્નોગ્રાફી વધુ આકર્ષક લાગે છેઃ નવા અભ્યાસનું તારણ

નવી દિલ્હી, 22 જુલાઈ, 2024: તંદુરસ્ત પુખ્ત પુરુષોને ગેમિગ અથવા જુગાર (ગેમ્બલિંગ) કરતાં સેક્સ અને પોર્નોગ્રાફી વધુ આકર્ષક લાગે છે તેવું એક નવા અભ્યાસનું તારણ છે. હ્યુમન બ્રેઈન મેપિંગમાં પ્રકાશિત આ અભ્યાસ અનુસાર માનવ મન ઈન્ટરનેટ સંબંધી ઉત્તેજક બાબતો ઉપર વધુ કેન્દ્રિત રહે છે, જેમાં ત્રણ વિષય સૌથી વધુ બંધાણી બનાવે છે, એ છે- પોર્નોગ્રાફી, ગેમ્બલિંગ અને વીડિયો ગેમિંગ. જે લોકો તંદુરસ્ત હોય અને કોઈ શારીરિક મુશ્કેલી ન ધરાવતા હોય તેઓ પણ આ ત્રણ અથવા તેમાંથી એક બાબતના બંધાણી હોઈ શકે છે, તેમ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે.

આ અભ્યાસમાં 19 થી 38 વર્ષની વયના 31 પુરૂષોએ પોર્નોગ્રાફિક તસવીરો, વીડિયો ગેમના સ્ક્રીનશોટ અને પૈસાની તસવીરો વચ્ચે પસંદગી કરવાની હતી. વાસ્તવિક રસની ખાતરી કરવા માટે દરેક પસંદગીને નાના રોકડ પુરસ્કાર સાથે જોડી દેવામાં આવી હતી. પ્રયોગમાં MRI સ્કેનરની અંદર ક્લાસિકલ કન્ડીશનિંગ અભિગમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભૌમિતિક આકૃતિઓને (વાસ્તવિક આકર્ષણ) અભ્યાસ સાથે સાંકળવા માટે ફોટા (પોર્ન, ગેમિંગ અથવા પૈસા) સાથે જોડી બનાવી હતી. આ અભ્યાસ 68 વખત રિપિટ કરવામાં આવ્યો હતો જેમાં તટસ્થ આકર્ષણ સાથે ક્યારેક પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ધ્યેય એ જોવાનું હતું કે મગજ કેવી રીતે વાસ્તવિક આકર્ષણને પુરસ્કારો સાથે જોડે છે?

અભ્યાસમાં ભાગ લેનાર પુરુષોના પ્રતિભાવો માપવા માટે સંશોધકોએ ત્રણ પદ્ધતિઓનો ઉપયોગ કર્યો. પ્રથમ, તેઓએ કન્ડીશનિંગ પ્રક્રિયા પહેલા અને પછી દરેક ઉત્તેજનાની અનુભૂતિ અને આકર્ષણ માપવા માટે સહભાગીઓ પાસેથી વ્યક્તિગત રેટિંગ લેવામાં આવ્યા. સંશોધકોને આકર્ષણના વ્યક્તિગત અનુભવની સમજ આપીને સહભાગીઓએ દરેક આકર્ષણમાં તેમને કેવો અનુભવ થાય છે તેના પોતાના મૂલ્યાંકન પ્રદાન કર્યા.

 

 

પુખ્ત પુરુષોને આકર્ષણ - HDNews

બીજું, તેઓએ પરસેવાની ગ્રંથિની પ્રવૃત્તિમાં થતા ફેરફારોને ટ્રેક કરીને શારીરિક ઉત્તેજનાને માપવા માટે ત્વચા વાહકતા પ્રતિભાવો (SCR) રેકોર્ડ કર્યા. આ પદ્ધતિનો ઉદ્દેશ સહભાગીઓના ઓટોનોમિક નર્વસ સિસ્ટમના પ્રતિભાવોનું માપ કાઢવાનો હતો. તેમાં જોવા મળેલા ફેરફારોનું નિરીક્ષણ કરીને સંશોધકોએ નક્કી કર્યું કે દરેક આકર્ષક બાબતના પ્રતિભાવમાં સહભાગીઓ કેવી શારીરિક રીતે ઉત્તેજિત થયા.

અંતે, તેઓએ મગજની પ્રવૃત્તિને રેકોર્ડ કરવા અને વળતર પ્રક્રિયાના ન્યુરલ સહસંબંધોને મેપ કરવા માટે કાર્યાત્મક MRI (fMRI) સ્કેનનો ઉપયોગ કર્યો. આ ટેકનિકે સંશોધકોને એ સમજવાની તક આપી કે મગજના જુદા જુદા ભાગમાં આકર્ષક બાબત કેવી રીતે પ્રતિભાવ આપે છે, જે સહભાગીઓના પ્રતિભાવો અંતર્ગત ન્યુરલ મિકેનિઝમ્સની ઊંડી સમજ પૂરી પાડે છે. એફએમઆરઆઈ સ્કેન મગજની પ્રવૃત્તિનું વિગતવાર ચિત્ર આપે છે, જે વળતરની પ્રક્રિયામાં સામેલ બાબતોનો ચિતાર આપે છે.

આ અભ્યાસ દ્વારા ઉપલબ્ધ થયેલા ડેટા દર્શાવે છે કે અશ્લીલ છબીઓ સાથે સંકળાયેલા આકારોને ગેમિંગ અથવા પૈસા સાથે જોડાયેલી બાબતો કરતાં વધુ સુખદ અને ઉત્તેજક બાબત તરીકે રેટ કરવામાં આવ્યા હતા. આ અભ્યાસનો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે મગજ તંદુરસ્ત સ્થિતિમાં ઇન્ટરનેટ-સંબંધિત વળતરની પ્રક્રિયા કેવી રીતે કરે છે. અગાઉના સંશોધનોએ વળતર પ્રક્રિયામાં સામેલ મગજના ચોક્કસ પાસાંને ઓળખ્યા છે, પરંતુ એ પાસાં ઇન્ટરનેટ વળતરની બાબતને કેવી રીતે પ્રતિસાદ આપે છે તે અસ્પષ્ટ હતાં.

આ પણ વાંચોઃ પેરિસ ઓલિમ્પિકઃ રમતોના મહાકુંભનું કાઉન્ટડાઉન શરૂ, જાણો કેવો હશે ઉદ્દઘાટન સમારંભ?

Back to top button