નેશનલ

દેશના 558 મંત્રીના ગુનાહિત ઈતિહાસ, મિલકતો અને શૈક્ષણિક વિગતોનું વિશ્લેષણ

Text To Speech

ADRએ 28 રાજ્યો અને 2 કેંદ્ર શાસિત પ્રદેશોના 558 મંત્રીઓના ગુનાહિત ઈતિહાસ, મિલકતો અને શૈક્ષણિક વિગતોનું વિશ્લેષણ કર્યું છે. દેશમાં આજની તારીખે 43% મંત્રીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. તેમાંના 29% મંત્રીઓની સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

politician

• કુલ 558 મંત્રીઓની વિગતોનું વિશ્લેષણ કર્યું છે. તેમાથી 239 (43%) મંત્રીઓ પર ગુનાઓ દાખલ થયેલ છે, તેવું તેમના સોગંદનામામાં જણાવ્યું છે. તેમાંથી 164 (29%) ગંભીર ગુના ધરાવે છે, જેવા કે મર્ડર, હત્યાનો પ્રયાસ, કીડનેપિંગ, મહિલા સામે અત્યાચારને લગતા ગુનાઓ વગેરે.

• કયા રાજ્યોમાં સૌથી વધુ ગુના ધરાવતા મંત્રિશ્રીઓ છે?

મિલકતની વિગતો
સરેરાશ મિલકત- 558 મંત્રી
16.63 કરોડ

કરોડપતિ મંત્રી- 486 (87%)

ગુનાહિત ઈતિહાસ વાળા મંત્રીઓની સરેરાશ મિલકત 21.21 કરોડ

સ્વચ્છ છબીવાળા મંત્રીઓની સરેરાશ મિલકત 13.20 કરોડ

સૌથી વધુ સરેરાશ મિલકત હોય તેવું રાજ્ય કર્ણાટક – 27 મંત્રી – 73.09 કરોડ

સૌથી ઓછી સરેરાશ મિલકત હોય તેવું રાજ્ય ત્રિપુરા -11 મંત્રી– 2.67 કરોડ

તમામ મંત્રીઓ કરોડપતિ હોય તેવા રાજ્યો

ગોવા, અરુણાચલ પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મણિપુર, પૂડીચરી, તેલંગાણા, ઉત્તરાખંડ

સૌથી વધુ મિલકત ધરાવતા મંત્રી

કર્ણાટક – એન નાગારાજુ – 1224 કરોડથી વધુ મિલકત ધરાવે છે.

ગુજરાતના 94% મંત્રીઓ કરોડપતિ છે. ગુજરાતના બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર, પાટણ) 372 કરોડની મિલકત ધરાવે છે, અને તેઓ દેશમાં સૌથી વધુ મિલકત ધરાવતા મંત્રીઓમાં 5માં નંબર પર છે.

દેશમાં માત્ર 9% મહિલા મંત્રી છે. તેમાં સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 8 મહિલા મંત્રી છે. જ્યારે ગોવા, દિલ્હી, મહારાષ્ટ્ર, સિક્કિમ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેંડ, મેઘાલય અને હિમાચલ પ્રદેશમાં એક પણ મહિલા મંત્રી નથી.

શૈક્ષણિક વિગતો

23% મંત્રીઓ ગ્રેજ્યુએટ છે. 23% પોસ્ટ ગ્રેજ્યુએટ છે. 15% 12 માં સુધી ભણેલા છે, જ્યારે 9% 10 સુધીનું શિક્ષણ ધરાવે છે.

Back to top button