ટ્રેન્ડિંગનેશનલ

હોમ લોન જલ્દી ચૂકવવા અપનાવ્યો આ શોર્ટકટ, 2 લાખ સાથે જીવ પણ ખોયો

  • હોમ લોન જલ્દી ચૂકવવા મહિલા ચડી ઓનલાઈન ગેમના રવાડે
  • 2 લાખ રુપિયાના ચાર કરવામાં મહિલાએ ઘરના 2 લાખ પણ ખોયા

છિંદવાડા, 10 જૂન: લોકો ઘણીવાર પૈસા કમાવવા માટે નવી શોર્ટકટ પદ્ધતિઓ શોધતા રહે છે. પરંતુ ઘણી વખત આ શોર્ટકટ તેમને જ ભારે પડતા હોય છે. આવો જ એક કિસ્સો મધ્યપ્રદેશના છિંદવાડામાંથી પ્રકાશમાં આવ્યો છે. અહીં હોમ લોન ચૂકવવા માટે મહિલા આંગણવાડી સુપરવાઇઝરએ એવો શોર્ટકટ અપનાવ્યો કે તેણીએ પોતાના જ રૂપિયા 2 લાખ રુપિયા ખોવાનો વારો આવ્યો હતો અને ત્યારબાદ તણાવમાં આવીને મહિલાએ આત્મહત્યા કરી લીધી હતી.

મામલો જુન્નારદેવ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ ચતુઆનો છે. અહીં રહેતી 38 વર્ષની સરલા અને તેના પતિ હરિરામ સલ્લમે વર્ષ 2022માં હોમ લોન લીધી હતી. આ સિવાય સરલા ઓનલાઈન ગેમ રમતી હતી અને તેણીએ લગભગ 2 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. ત્યારથી તે તણાવમાં હતી. શનિવાર, 8 જૂનના રોજ સરલાએ તેના ઘરના એક રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મૃતકે એક સુસાઈડ નોટ પણ છોડી છે, જેમાં તેણીએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે.

પોલીસે તપાસ હાથ ધરી

પોલીસે સુસાઈડ નોટ કબજે કરી કેસની તપાસ હાથ ધરી છે. મહિલાએ લખ્યું છે, ‘મેં હોમ લોન લીધી હતી, જે હું જલ્દી ચુકવવા માંગતી હતી. તેથી ઓનલાઈન ગેમ્સ રમવાનું શરૂ કર્યું હતું. જેથી હું થોડા પૈસા કમાઈ શકું. પરંતુ રમતમાં મેં 2 લાખ રૂપિયા હારી ગઈ છું. હવે હું હોમ લોન ચૂકવવામાં અસમર્થ છું. એટલા માટે હું આત્મહત્યા કરી રહી છું.’

મહિલાએ આત્મહત્યા કરી ત્યારે તેનો પતિ ક્યાં હતો?

આ મહિલાનો પતિ એક શિક્ષક છે. આ ઘટના બની ત્યારે મહિલાનો પતિ શાળાએ ગયો હતો. જ્યારે તેણે ઘરે ફોન કર્યો ત્યારે તેની પત્નીએ ફોન ઉપાડ્યો ન હતો. ત્યાર બાદ મહિલા પતિના કહેવા પ્રમાણે તે જ્યારે ઘરે આવ્યો ત્યારે તેણે જોયું કે મહિલા ફાંસીથી લટકતી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ હાથ ધરી છે.

મોબાઈલ તપાસ માટે મોકલ્યો

પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાએ હોમ લોન લીધી હતી. આ રકમ ચૂકવવા માટે મહિલા ઓનલાઈન ગેમ રમતી હતી. પરંતુ રમતમાં પૈસા બનાવવાને બદલે ઘરના હતા તે પણ ખોઈ બેઠી હતી. તેથી તેણીએ ફાંસી લગાવી દીધી. પરંતુ આ બાબતની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. મહિલાનો ફોન તપાસ માટે મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચો: લ્યો બોલો!! વરરાજાએ કરી આ ભૂલ, કન્યાએ તોડ્યા લગ્ન

Back to top button