ટ્રેન્ડિંગધર્મ

ઘરની બરકત વધારવા માટે અપનાવો વાસ્તુના આ ઉપાયો

Text To Speech
  • ઘરની બરકત વધારવા અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે દરરોજ શંખ અને ઘંટ વગાડો. સાથે જ સાંજે ભજન-કીર્તન કરવાથી નકારાત્મકતામાંથી મુક્તિ મેળવી શકાય છે

HD ન્યુઝ ડેસ્કઃ ઘરમાં ઘણી વખત નકારાત્મક ઉર્જા વધી ગઈ હોય એવું લાગતું હશે. ક્યારેક એવું થયું હશે કે ઘરની આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે. ના આવવાના ખર્ચ આવી જાય છે. મહેનતની કમાણી દવાખાનામાં જાય છે. તમામ રસ્તા બંધ થયા હોય તેમ લાગે અને દરેક કામમાં નિરાશ થવાય. ક્યારેક કરિયરમાં સમસ્યાઓની સાથે સ્વાસ્થ્યમાં પણ ઉતાર-ચઢાવ આવ્યા કરતા હોય છે. ઘણી વખત જાણે અજાણે કેટલીક ભૂલો ઘરમાં નકારાત્મક ઉર્જાનું કારણ બને છે. તેથી, તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવા અને તમારા ઘરની સમૃદ્ધિ વધારવા માટે વાસ્તુની આ અસરકારક ટિપ્સ અજમાવો

ભજન-કીર્તન

ઘરની બરકત વધારવા અને નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે દરરોજ શંખ અને ઘંટ વગાડો. સાથે જ સાંજે ભજન-કીર્તન કરવાથી નકારાત્મકતામાંથી મુક્તિ મેળવી શકાય છે. પૂજા પૂર્ણ કર્યા પછી, આખા ઘરમાં શંખના ​​જળનો છંટકાવ કરો. આમ કરવું શુભ માનવામાં આવે છે.

ઘરની બરકત વધારવા માટે અપનાવો વાસ્તુના આ ઉપાયો hum dekhenge news

સાફ સફાઈ

જો ઘરમાં ગંદકી, કચરો, ધૂળ કે કરોળિયાના જાળા હોય તો નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. તેથી, ઘરને નિયમિતપણે સાફ કરવું ખૂબ જ જરૂરી છે. ઘરમાં કરોળિયાના જાળા ન થાય તેનું ધ્યાન રાખો. કહેવાય છે કે ઘરમાં જાળાંને કારણે ખર્ચા વધી જાય છે.

સૂર્ય દેવને અર્ઘ્ય આપો

જો કુંડળીમાં સૂર્ય ગ્રહ બળવાન હોય તો જીવનમાં ક્યારેય ધન, સમૃદ્ધિ અને માન-સન્માનમાં કમી આવતી નથી. સૂર્યોદય સમયે સૂર્યના કિરણોમાં થોડો સમય બેસી રહેવાથી પણ તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. તમારા જીવનમાં વૈભવ અને તમારા ઘરની બરકત વધારવા માટે, દરરોજ સૂર્ય ભગવાનને જળ ચઢાવો. સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે તાંબાના વાસણમાં લાલ ફૂલ, કંકુ, કાળા તલ અને અક્ષત મૂકી અર્ઘ્ય આપો.

સવાર સાંજ દીવો પ્રગટાવો

ભગવાનની પૂજા કરવા માટે દરરોજ ઘીનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. રોજ સવાર-સાંજ ભગવાનનો દીવો કરો. સાંજના સમયે ઘરના મુખ્ય દ્વાર પર એક દીવો રાખો. કપૂરનો દીવો પ્રગટાવવાથી ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થાય છે અને ઘરની સમૃદ્ધિ પણ અખંડ રહે છે.

આ પણ વાંચોઃ ગણેશજીને મોદક કેમ છે પ્રિય? મોદક અને ગણેશ ચતુર્થીનું શું છે કનેક્શન?

Back to top button