Teenagersને હેન્ડલ કરવા પેરેન્ટ્સ અપનાવે આ ટિપ્સઃ Bonding બનશે મજબૂત
- ટીનએજમાં બાળકોને માતા-પિતાની ખૂબ જરૂર પડે છે
- આજ એ સમય છે જ્યારે માતા-પિતા અને બાળકો નજીક આવી શકે છે
- ટીનએજમાં જો ધ્યાન ન રખાય તો પેરેન્ટ્સ અને બાળકો વચ્ચેનું અંતર વધી શકે છે
ટીનએજ બાળકો માટે જેટલી મુશ્કેલ હોય છે, તેટલી જ પરેશાનીઓનો સામનો અત્યારના સમયમાં પેરેન્ટ્સ પણ કરી રહ્યા છે. આ એ સમય છે જ્યારે બાળકો જાતે આગળ વધવાનો રસ્તો શોધવાનું શરૂ કરી દે છે. આ ચઢાવ-ઉતાર દરમિયાન બાળકોને પેરેન્ટ્સની ખૂબ જરૂર પડે છે. ઘણી વખત બાળકો પેરેન્ટ્સ સાથે એ વાત પર પણ લડતા દેખાય છે કે તેમને મદદની કોઇ જરૂર નથી. આ ઉંમરમાં મોટાભાગે બાળકો મનમાની કરે છે, આ પડકાર ભરેલા સમયમાં બાળકો અને પેરેન્ટ્સ વચ્ચે તણાવ અને અંતર વધવાની શક્યતાઓ રહે છે. તમારા ટીનએજ બાળક સાથે તમારુ બોન્ડિંગ મજબૂત રહે તે માટે આ પેરેન્ટિંગ ટિપ્સ ફોલો કરી શકો છો.
સ્ટ્રિક્ટ પેરેન્ટ્સ નહીં, મિત્ર બનો
પેરેન્ટ્સે બાળકોના મિત્ર બનવુ ખુબ જરૂરી છે. ટીનએજના પડાવમાં બાળકોને સારા પેરેન્ટ્સની સાથે સાથે અંડરસ્ટેન્ડિંગ દોસ્તની ખૂબ જરૂર હોય છે. આ ઉંમરમાં બાળકો પોતાના ફ્યુચરને લઇને પણ સ્ટ્રેસમાં હોય છે. તેમની પર દબાણ લાવવાના બદલે તેમની વાત સાંભળીને તેમને સમજવાની કોશિશ કરો. તેમણે ભવિષ્યમાં શું કરવુ તે માટે બાળકોને પોતાના માતા-પિતા પાસેથી સપોર્ટની આશા હોય છે. જો તમારી સાથે બાળકોનું બોન્ડિંગ યોગ્ય નહીં હોય તો તે તમારી સાથે કંઇ શેર નહીં કરી શકે.
ક્વોલિટી ટાઇમ વિતાવવો ખૂબ જરૂરી
બાળકો સાથે ખાસ બોન્ડ બનાવી રાખવા માટે પેરેન્ટ્સે બાળકો સાથે સમય વિતાવવો જોઇએ. આજકલ દરેક વ્યક્તિ પોતાની લાઇફમાં બિઝી છે. તેમની પાસે પોતાના બાળકો સાથે વિતાવવા સમય નથી. આવા સંજોગોમાં તેઓ એકલતા અનુભવવા લાગે છે. તમારા સંબંધોમાં અંતર આવવા લાગે છે. બાળકો સાથે જો તમે સમય વિતાવશો તો તેમનામાં પોઝિટીવ વિચારો વધશે.
નાના નિર્ણયો લેવા દો
પેરેન્ટ્સે પોતાના બાળકોને જવાબદાર અને આત્મનિર્ભર બનાવવા માટે તેમની પર ઘરની નાની મોટી જવાબદારીઓ સોંપવી જોઇએ. આમ કરવાથી બાળકો સમજશે કે પેરેન્ટ્સ તેમની કાબેલિયત પર ભરોસો કરે છે. તેમને કેટલાક નિર્ણયો લેવાની આઝાદી આપો. આ કારણે તેમને સારા-ખોટાની સમજ સારી રીતે ડેવલોપ થશે. જો તમારા બાળકો કંઇક સારુ કરવાની કોશિશ કરી રહ્યા હોય તો તેના કામમાં દખલ ન કરો.
મોટિવેટ કરવા જરૂરી
તમારા બાળકો તેમના સપના પૂરા કરવા માટે આગળ વધે તે માટે તમારે તેમને પ્રોત્સાહિત કરવા પડશે. જો તમે તેમના થોડા પ્રયાસો માટે તેમની પ્રશંસા કરશો તો તે કામમાં તેમનો રસ વધશે. તેમના પ્લાનિંગ અંગે પૂછો. સારી સલાહ આપો અને તેમને રોકટોક ન કરો. આ સાથે બાળકોની ટીકા ન કરો. કોઇની સાથે કમ્પેરિઝન પણ ન કરો.
આ પણ વાંચોઃ શનિ જયંતિના દિવસે કરો આ મંત્રોનો જાપઃ તમામ કષ્ટમાંથી મળશે મુક્તિ