એજ્યુકેશનગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ
પોરબંદર અને ગોધરામાં મંજૂર થયેલી મેડિકલ કોલેજોમાં ચાલુ સત્રથી જ પ્રવેશ : શિક્ષણ મંત્રી વાઘાણી
રાજ્યમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મેડિકલ ક્ષેત્રે આગળ વધવા માંગતા યુવકો માટે ખુબ મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા બજેટ સત્રમાં પોરબંદર અને ગોધરામાં મંજૂર કરવામાં આવેલી મેડિકલ કોલેજોમાં આ વર્ષે જ એડમિશન આપવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવી છે. આ વર્ષેથી આ બન્ને મેડિકલ કોલેજોમાં 100 બેઠકો પર એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
મેડિકલ કોલેજની સ્થાપના કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી
આ અંગે વિગતો આપતા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, ગુજરાત રાજ્યમાં હયાત જિલ્લા હોસ્પિટલોને અપગ્રેડ કરીને મેડિકલ કોલેજની સ્થાપના કરવા માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે. આ જોગવાઈ હેઠળ મળેલી મંજૂરી અનુસાર, ગોધરા અને પોરબંદર ખાતે શૈક્ષણિક વર્ષ 2022-23થી મેડિકલ કોલેજની સ્થાપના માટે નેશનલ મેડિકલ કમિશનને અરજી કરવામાં આવી હતી.
જુલાઈ મહિનામાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ આપવામાં આવ્યાં
જે અન્વયે નેશનલ મેડિકલ કમિશન દ્વારા તા.29મી જુલાઈ, 2022ના રોજ આ બંને કોલેજો ખાતે વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શન સહિત તબક્કાવાર ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું. આ વર્ચ્યુઅલ ઇન્સ્પેક્શનના પગલે ખૂબ જ ટૂંકા ગાળામાં નેશનલ મેડિકલ કમિશન દ્વારા ગોધરા અને પોરબંદર ખાતે મેડિકલ કોલેજની સ્થાપના માટે ‘લેટર ઓફ ઈન્ટેન્ટ’ આપવામાં આવ્યાં છે. હવે ‘લેટર ઓફ પરમિશન’ મળશે એટલે શૈક્ષણિક વર્ષ 2022-23માં આ બંને કોલેજો ખાતે 100-100 વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકાશે.
રાજ્યમાં હાલ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી એમ કુલ 31 મેડિકલ કોલેજો
તેમણે વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં હાલ સરકારી, ગ્રાન્ટ ઇન એઇડ અને ખાનગી એમ કુલ 31 મેડિકલ કોલેજો મળીને 5700 સીટ છે. ગોધરા અને પોરબંદરમાં મેડિકલ કોલેજ શરૂ થશે પછી રાજ્યની 33 મેડિકલ કોલેજમાં બેઠકોની કુલ સંખ્યા 5900 થશે. બંને મેડિકલ કોલેજોને નેશનલ મેડિકલ કાઉન્સિલની પરવાનગી મળી છે, તે કુલ રૂ. 660 કરોડના ખર્ચે કાર્યરત થશે. આ રકમમાં કેન્દ્ર સરકારનો 60 ટકા અને રાજ્ય સરકારનો 40 ટકા હિસ્સો છે.
રાજપીપળા, મોરબી અને નવસારી એમ ત્રણ નવી મેડિકલ કોલેજ માટે પણ કેન્દ્રમાં દરખાસ્ત
વાઘાણીએ જણાવ્યું કે, રાજ્ય સરકારે રાજપીપળા, મોરબી અને નવસારી એમ ત્રણ નવી મેડિકલ કોલેજ માટે મોકલેલી દરખાસ્ત અંગે પણ નજીકના ભવિષ્યમાં જ નેશનલ મેડિકલ કાઉન્સિલ તરફથી મંજૂરી મળવાની સંપૂર્ણ સંભાવનાઓ છે. નવી મેડિકલ કોલેજોમાં લેબોરેટરી, લાયબ્રેરી, હોસ્ટેલ્સ, ટયૂટર અને પેરામેડિકલ સ્ટાફની સગવડતા મળશે. આવનારા દિવસોમાં પાંચ નવી મેડિકલ કોલેજો શરૂ થવાથી ગુજરાતના વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસ માટે મોંઘી ફી ભરીને રાજ્ય બહાર ગયા વિના રાજ્યમાં ઘરઆંગણે જ તબીબી શિક્ષણની સુવિધા મળી રહેશે.