ઉત્તર ગુજરાતગુજરાત

પાટણ: દરેક છૂટી ગયેલી રસી અચૂકપણે અપાવો; 07થી 12 ઓગષ્ટ સુધી ચાલશે રસીકરણ કેમ્પેઈન

Text To Speech

ગાંધીનગર: સઘન સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત બાળકો અને સર્ગભા માતાઓને આરોગ્ય વિભાગ દ્વારા રસી આપવામાં આવી રહી છે. પરંતુ જે બાળકો રસીથી આવરી શકાયેલ ના હોય તેવા બાળકો અને સગર્ભામાતાઓ માટે પાટણ જિલ્લામાં આગામી તા.07/08/2023 થી તા.12/08/2023 દરમ્યાન સઘન મિશન ઈન્દ્ર ધનુષ 5.0 રસીકરણ કેમ્પેઈન યોજાનાર છે. જેમાં રૂટીન રસીકરણથી વંચિત રહી ગયા હોય એવા 0 થી 5 વર્ષ સુધીના બાળકોને ઘાતક રોગોથી રક્ષણ માટે વિવિધ પ્રકારની રસી આપવામાં આવશે. સર્ગભા માતાઓને જો ધનુર(ટી.ડી) ની રસી બાકી હોય તો તેઓને ધનુર(ટી.ડી) ની રસી આપવામાં આવશે.

જિલ્લામાં રૂટીન રસીકરણથી વંચિત રહી ગયેલા કુલ 22 સગર્ભા બહેનો અને 13 બાળકોને રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે જિલ્લામાં કુલ 51 સેશન સાઈટો નક્કી કરવામાં આવી છે. U-WIN સોફ્ટવેર અંતર્ગત લાભાર્થી પોતે અથવા આરોગ્ય સ્ટાફ દ્વારા ઓનલાઈન નોંધણી અભિયાન પહેલા/દરમ્યાન કરવામાં આવનાર છે. હાલમાં U-WIN અંતર્ગત નોંધણીની કામગીરી ચાલું છે. વધુમાં રસીકરણ થયેલ લાભાર્થીઓને રસીકરણ કાર્ડ પણ આપવામાં આવશે.

રૂટીન રસીકરણમાં 0 થી 5 વર્ષ સુધીના કોઈપણ બાળકો અને સગર્ભા બહેનો રસીકરણથી વંચિત રહી ગયેલ હોય તેવા તમામ લાભાર્થીઓને સોશિયલ બીહેવીયર ચેન્જ કોમ્યુનીકેશન ટીમો (SECC) દ્વારા આરોગ્યલક્ષી શિક્ષણ આપવામાં આવશે. રસીકરણથી વંચિત રહી ગયેલ તમામ લાભાર્થીઓ આ રસીકરણ કેમ્પેઈનનો લાભ લે અને જિલ્લામાં એકપણ બાળક કે સગર્ભા બહેન રસીકરણથી વંચિત ના રહે તે માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.વી.એ.પટેલ દ્વારા પાટણ જિલ્લાની જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો-ગુજરાતી ‘ભાઈ’ અને ‘બેન’ માટે પાસપોર્ટ બનાવવો મુશ્કેલ બની રહ્યો છે! જાણો કેમ?

Back to top button