ગુજરાતધર્મમધ્ય ગુજરાતશતાબ્દી મહોત્સવ

શતાબ્દી મહોત્સવ નિમિત્તે આજે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી, જાણો શું છે કાર્યક્રમ

Text To Speech

અમદાવાદમાં ઉજવાઈ રહેલા પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવનો આજે આઠમો દિવસ છે. આજે અમદાવાદના પ્રમુખ સ્વામી નગરમાં ‘આદિવાસી ગૌરવ દિન’ની ઉજવણી કરવામાં આવશે. રોજ બરોજ પ્રમુખ સ્વામી નગરમાં ભક્તોનો જમાવડો વધતો જાય છે. લોકો દૂર દૂરથી પ્રમુખ સ્વામી મહારાજના આ ભવ્ય શતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે ઉમટી રહ્યા છે.

જન્મ શતાબ્દી-humdekhengenews

પ્રમુખ સ્વામી નગર એક ધાર્મિક નગરી તરિકે ઉપસી આવી છે. છેલ્લા કેટલાક દિવસોમાં અસંખ્ય હરિભક્તો આ મહોત્સવનો હિસ્સો બનવા માટે આવ્યા હતા. અહી આવતા તમામ લોકો માટે BAPS સંસ્થા દ્વારા સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. જેથી આટલી મોટી માત્રામાં આવતા ભક્તોને કોઈ પણ પ્રકારની અસુવિધા લાગી નથી. તેમજ વિવિધ આકર્ષણના કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. તેમાંય ક્યાકને ક્યાક કોઈ સંદેશ છૂપાયેલો હોય છે. જેથી આ મહોત્સવ લોકોમાં વિશેષ અનૂભૂતિ થતી હોય છે.

આ પણ વાંચો :પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો આજથી પ્રારંભ, આ છે સમગ્ર કાર્યક્રમ

આજે ઉજવાશે ‘આદિવાસી ગૌરવદિન’

પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. ત્યારે પ્રમુખ સ્વામી નગરના નારાયણ સભાગૃહમાં આજે આદિવાસી ગૌરવદિન ઉજવવામાં આવશે. આજે વિવિધ સંગીત નૃત્ય વગેરે રજૂ કરવામાં આવશે સાથે વિવિધ મહાનુભવો આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવશે. અને પ્રમુખ સ્વામી મહારાજને અંજલિ અર્પણ કરશે. આદિવાસી ગૌરવ દિન નિમિત્તે વિશિષ્ટ પ્રવચન આપી પ્રમુખ સ્વામી મહારાજે આદિવાસી સમાજમાં આપેલ યોગદાનને યાદ કરવામાં આવશે. પ્રમુખ સ્વામી મહારાજે આદિવાસીઓના ઉત્કર્ષ માટે જે કાર્યો કર્યા અને આદિવાસીઓના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું તેને ઉજાગર કરતા આદિવાસી ગૌરવ દિનની ઉજવણી આજે કરવામાં આવશે.

આજે પ્રમુખ સ્વામી નગર ખાતે 9:30AM થી 2:00PM સુધી નેશનલ એસોસિયેશન ઓફ રિયલ્ટર્સ – ઈન્ડિયા (NAR ઈન્ડિયા) દ્વારા એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં  ડૉ. રાધાકૃષ્ણન પિલ્લઈ (ચાણક્ય) ,  હર્ષવર્ધન જૈન, પૂજ્ય ડૉ. જ્ઞાનવત્સલ સ્વામી હાજર રહેશે. 

 

આ પણ વાંચો :શતાબ્દી મહોત્સવનો આજે ઉજવાયો ‘સમરસતા દિન’ : મોહન ભાગવત સહિત ધારાસભ્યો પણ રહ્યાં હાજર

Back to top button