મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેની મુશ્કેલી વધી છે. કેન્દ્ર સરકારે આદિત્ય ઠાકરેના મંત્રાલયનું ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. તેમના છેલ્લા અઢી વર્ષના કામનું ઓડિટ કરવામાં આવશે. ઉદ્ધવ સરકારમાં આદિત્ય ઠાકરે પર્યાવરણ મંત્રી હતા. આપને જણાવી દઈએ કે ભાજપ અને ઠાકરે પરિવાર વચ્ચેની ખેંચતાણ સતત વધી રહી છે. આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ ઓડિટનું પગલું આદિત્ય ઠાકરેની મુશ્કેલીઓમાં વધારો કરશે. તાજેતરમાં ભાજપના ધારાસભ્યોની મદદથી ઠાકરે પરિવારમાંથી બળવો કરનાર એકનાથ શિંદેએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે અને ઉદ્ધવ ઠાકરેને સત્તા પરથી હટાવી દીધા છે.
પૂર્વ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેના મંત્રાલયની થશે તપાસ
નોંધનીય છે કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી હવે પૂર્વ પર્યાવરણ મંત્રી આદિત્ય ઠાકરેના પિતા ઉદ્ધવ ઠાકરે નથી. તેમને પદ પરથી હટાવીને એકનાથ શિંદે રાજ્યના મુખ્યમંત્રી બની ગયા છે. આવી સ્થિતિમાં કેન્દ્ર તરફથી કરવવામાં આવનાર ઓડિટ આદિત્ય ઠાકરેની મુશ્કેલી વધારી શકે છે.
શિંદે જૂથની પાસે છે વધારે ધારાસભ્ય અને સાંસદ
આપને જણાવી દઈએ કે, ઉદ્ધવ ઠાકરેની પાર્ટી બે જૂથોમાં વહેચાઈ ગઈ છે, ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંદે જૂથ. શિવસેનાના સૌથી વધુ ધારાસભ્યો અને સાંસદો એકનાથ શિંદે જૂથની સાથે છે. એકનાથ શિંદે જૂથ પાર્ટીના ચૂંટણીના નિશાન પર પણ દાવો કરી ચૂક્યો છે અને ચૂંટણી આયોગમાં અરજી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ઠાકરે પરિવારની પાસે શિવસેના પાર્ટી પર અધિકાર જમાવવાનો હક પણ રહેશે કે નહીં, તે પણ શંકાને સ્થાન છે.
મંત્રાલયનું કરાશે ઓડિટ
આપને જણાવી દઈએ કે, ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી આદિત્ય ઠાકરે પર લગેલા આરોપોની તપાસ થશે અને તેમના મંત્રાલયએ છેલ્લા અઢી વર્ષમાં જે પણ કામ કર્યું છે, તેનું ઓડિટ કરવામાં આવશે.