ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આદિત્ય ઠાકરેનો શિંદેને ખુલ્લો પડકાર, કહ્યું- ‘જો હિંમત હોય તો મારી સામે ચૂંટણી લડો’

Text To Speech

શિવસેના નેતા આદિત્ય ઠાકરેએ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર નિશાન સાધ્યું છે. આદિત્ય ઠાકરેએ શિંદેને પડકાર ફેંકતા કહ્યું કે જો તેમનામાં હિંમત હોય તો તેઓ મારી સામે ચૂંટણી લડીને બતાવે.

‘શિંદે રાજીનામું આપીને મારી સામે ચૂંટણી લડે’

આદિત્ય ઠાકરેએ કહ્યું કે હું આ અસંવૈધાનિક મુખ્યમંત્રીને મારી સામે ચૂંટણી લડવા માટે પડકારું છું. તેણે કહ્યું કે હું મારી સીટ પરથી રાજીનામું આપીશ અને તેમણે પોતાની સીટ પરથી રાજીનામું આપી દેવું જોઈએ અને પછી તેમણે વરલીમાંથી મારી સામે ચૂંટણી લડી બતાવે.

એક પણ શિવસૈનિક વેચાશે નહીં – ઠાકરે

અનુશક્તિ નગરમાં પાર્ટીની બેઠક દરમિયાન આદિત્ય ઠાકરેએ કહ્યું, ‘હું તેમને તમારી સામે પડકારી રહ્યો છું. સર્વત્ર શિવસેના (UBT)નો ભગવો માહોલ છે. હું તે 13 બળવાખોર સાંસદો અને 40 બળવાખોર ધારાસભ્યોને પડકાર ફેંકું છું કે તેઓ રાજીનામું આપે અને પછી જીતીને બતાવે. હું જોઉં છું કે તેઓ કેવી રીતે જીતે છે. પૂર્વ મંત્રીએ કહ્યું કે તમામ મશીનરી અને રૂપિયાની ભરેલી થેલીઓનો ઉપયોગ કરો એક પણ શિવસૈનિક વેચાશે નહીં.

‘અમે જ BMC ચૂંટણી જીતીશું’

આદિત્ય ઠાકરેએ કહ્યું કે આવનારો સમય શિવ શક્તિ અને ભીમ શક્તિનો હશે. આદિત્ય ઠાકરેએ કહ્યું, ‘મને એ વાતની ચિંતા છે કે કેવી રીતે તેઓ (શિંદે સરકાર) પોતાના અંગત હિત માટે મુંબઈ અને મહારાષ્ટ્રનો ઉપયોગ કરી રહ્યાં છે. તેથી જ મેં રોડ કૌભાંડની વાત કરી હતી. મને લાગે છે કે મુંબઈમાં સરમુખત્યારશાહી ચાલી રહી છે. એક વર્ષ થઈ ગયું છે પરંતુ તેઓ BMCની ચૂંટણી નથી કરાવી રહ્યા. તેઓએ ત્યાં એક પ્રશાસકની નિમણૂક કરી છે જેને સીએમ દ્વારા આદેશ આપવામાં આવે છે. અમે ચૂંટણી માટે તૈયાર છીએ અને અમે જ ચૂંટણી જીતીશું.

Back to top button