ટ્રેન્ડિંગધર્મનેશનલસાયન્સ એન્ડ ટેકનોલોજી

અભિજીત મુહૂર્તમાં લોન્ચ થશે આદિત્ય-L1: શું ચંદ્રયાન 3ની જેમ સફળ થશે?

  • આંધ્ર પ્રદેશના શ્રીહરિ કોટાથી આજે એટલે કે 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે
  • અભિજીત મુહૂર્ત’ને જ્યોતિષીમાં શુભ માનવામાં આવે છે
  • આદિત્ય- L1 ના લોન્ચના દિવસે કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિ અને ઉત્તરભાદ્રપદ નક્ષત્ર 

ચંદ્રયાન-3 ની સફળતા પછી, ભારતની અવકાશ એજન્સી ISRO એ સૂર્યના રહસ્યોને ઉકેલવા માટે ‘આદિત્ય-L1’ મિશનની જાહેરાત કરી છે, જે આંધ્ર પ્રદેશના શ્રીહરિ કોટાથી આજે એટલે કે 2 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે. ISROનું આ મહત્વાકાંક્ષી સૌર મિશન ખગોળશાસ્ત્રીઓ માટે કોયડારૂપ બનેલા સૂર્યના રહસ્યોને ઉજાગર કરશે. જ્યોતિષીય દૃષ્ટિકોણથી જોઇએ તો પાંચમી સદીમાં લખાયેલા વરાહમિહિરના મેદિની જ્યોતિષ ગ્રંથ બૃહત્સંહિતાના ત્રીજા અધ્યાય ‘આદિત્ય-ચાર-અધ્યાય’માં, સૂર્ય પર પડતા ડાઘ ધબ્બાનેને ‘તામસ કીલક’ કહેવામાં આવ્યા છે.

આદિત્ય-L1 મિશન સૂર્યના ડાર્ક સ્પોટ્સનું રહસ્ય જાહેર ખોલશે

આ ડાર્ક સ્પોટ્સના આકાર અને પ્રકાર અને તેના દેખાયા બાદ પૃથ્વીના હવામાન, પાક, વરસાદ અને અન્ય શુભ અને અશુભ પરિણામો ‘આદિત્ય ચાર અધ્યાય’માં વિસ્તારપૂર્વક અપાયા છે, જેનો ઉપયોગ જ્યોતિષીઓ સમયાંતરે તેમની આગાહીઓ માટે કરતા આવ્યા છે. આદિત્ય-એલ1 સૌર મિશન આજે, 2 સપ્ટેમ્બરના રોજ સવારે 11:50 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. યોગાનુયોગ, આ સમય ‘અભિજીત મુહૂર્ત’નો હશે જે જ્યોતિષમાં શુભ માનવામાં આવે છે. 2જી સપ્ટેમ્બરે શ્રીહરિકોટામાં સૂર્યોદય સવારે 6.01 કલાકે થશે અને સૂર્યાસ્ત સાંજે 6.07 કલાકે થશે. તેથી, મધ્યાહન બપોરે 12.03 કલાકે હશે, તેની 24 મિનિટ પહેલા અને પછી અભિજીત મુહૂર્ત હશે, જે મુહૂર્તના ગ્રંથો અનુસાર શુભ છે.

અભિજીત મુહૂર્તમાં લોન્ચ થશે આદિત્ય-L1: શું ચંદ્રયાન 3ની જેમ સફળ થશે? hum dekhenge news
Aditya-L1 Mission

ચંદ્રયાન-3 અને આદિત્ય-L1ની મુહૂર્ત કુંડળીમાં આ સમાનતા

આદિત્ય-L1ના લોન્ચ સમયે વધતી જતી વૃશ્ચિક લગ્ન ઉદય થઇ રહ્યો છે. યોગાનુયોગ, ચંદ્રયાન-3ના લોન્ચ સમયે પણ વૃશ્વિક લગ્ન જ ઉદય થઇ રહ્યો હતો. હાલમાં, સૂર્ય તેની પોતાની રાશિ, સિંહમાં ગોચર કરી રહ્યો છે અને તેની પર મિત્ર ગુરુની પાંચમી દ્રષ્ટિ પડી રહી છે. જે અતિ શુભ છે. આદિત્ય- L1 ના લોન્ચના દિવસે કૃષ્ણ પક્ષની તૃતીયા તિથિ અને ઉત્તરભાદ્રપદ નક્ષત્ર હશે, જેમુહૂર્તમાં શુભ માનવામાં આવે છે.

આ સિવાય મુહૂર્ત કુંડળીમાં મુહૂર્ત કુંડળીમાં 5માં ભાવમાં નવમેશ ચંદ્રમાનો લગ્નના આધિપતિ મંગળની દ્રષ્ટિથી સારો યોગ છે જે સૌરી મિશનને સફળતા અપાવશે. આદિત્ય-એલ1 તેના લોન્ચના 100 દિવસ બાદ લેંગરેજિયન પોઈન્ટ-1 પર પહોંચશે. જે રીતે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉપગ્રહ મોકલનાર ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે, તે જ રીતે હવે ISRO સૌર મિશનમાં પણ કરી રહ્યો છે. આ ઉપગ્રહ તેના નિયત સમયમાં આદિત્ય-એલ1 લેંગરેજિયન પોઈન્ટ 1 પર પહોંચીને ઈતિહાસ રચી શકે છે, આવી શક્યતા જ્યોતિષીય દૃષ્ટિકોણથી દેખાઈ રહી છે.

મુહૂર્ત કુંડળીમાં, સૂર્ય સાથે સમાન અંશમાં દસમા ભાવમાં ગુલિકાની હાજરી અને નવાંશ લગ્નમાં મંગળ અને શનિ જેવા અશુભ ગ્રહોની હાજરીથી આ મિશનમાં કેટલીક અડચણો આવી શકે છે. આવી સ્થિતિમાં, આ મિશન 80 થી 90% સફળ થઈ શકે છે.

આ પણ વાંચોઃ આદિત્ય L1ના પ્રક્ષેપણ માટે કાઉન્ટડાઉન શરૂ, ISROના વૈજ્ઞાનિકોની ટીમ મિશન મોડલ સાથે શ્રી વેંકટેશ્વર મંદિરે પહોંચી

Back to top button