આદિત્ય-L1 એ પ્રથમ વખત પૃથ્વીની સફળતાપૂર્વક પરિક્રમા કરી, ઈસરોએ આપી માહિતી
Aditya-L1 સૂર્ય મિશન: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ આજે રવિવારે (03 સપ્ટેમ્બર 2023) જણાવ્યું છે કે દેશનું પ્રથમ સૌર મિશન આદિત્ય-L1 સ્વસ્થ અને કાર્યરત છે. ISRO એ ટ્વીટ કર્યું છે કે આદિત્ય-L1એ પ્રથમ વખત પૃથ્વીની સફળતા પૂર્વક પરિક્રમા કરી છે.
Aditya-L1 Mission:
The satellite is healthy and operating nominally.The first Earth-bound maneuvre (EBN#1) is performed successfully from ISTRAC, Bengaluru. The new orbit attained is 245km x 22459 km.
The next maneuvre (EBN#2) is scheduled for September 5, 2023, around 03:00… pic.twitter.com/sYxFzJF5Oq
— ISRO (@isro) September 3, 2023
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO)એ પ્રાપ્ત કરેલી માહિતી પ્રમાણે નવી ભ્રમણકક્ષા 245 km x 22459 km છે. આગામી સમયમાં (EBN#2) 05 સપ્ટેમ્બર 2023 ના રોજ લગભગ 03:00 IST પર નિર્ધારિત રહેશે. ISROએ X (Twitter) પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. ભારતનું પ્રથમ સૌર મિશન આદિત્ય-L1 શનિવારે શ્રીહરિકોટાથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈસરોએ કહ્યું કે આદિત્ય-એલ1 સૂર્યનો અભ્યાસ કરનાર પ્રથમ અવકાશ-આધારિત વેધશાળા છે. 125 દિવસમાં પૃથ્વીથી લગભગ 1.5 મિલિયન કિલોમીટરની મુસાફરી કર્યા પછી, અવકાશયાનને સૂર્યની સૌથી નજીક ગણાતા લેગ્રેન્જ પોઇન્ટ L1ની આસપાસ પ્રભામંડળની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે.
આ પણ વાંચો: ISROના Aditya-L1 મિશનની કમાન મહિલા વૈજ્ઞાનિકના હાથમાં, આખી દુનિયામાં જેની ચર્ચા છે તે નિગાર શાજી કોણ છે?