અદિતિ રાવ હૈદરીએ ગુપચુપ રીતે બોયફ્રેન્ડ સિદ્ધાર્થ સાથે કરી લીધા લગ્ન!


- અદિતિ રાવ હૈદરીએ તેના લોંગ ટાઈમ પાર્ટનર સિદ્ધાર્થ સાથે લગ્ન કરી લીધા છે. આ બંનેએ તેલંગાણાના રંગનાથ સ્વામી મંદિરમાં ફેરા લીધા છે. અદિતિ અને સિદ્ધાર્થે તેમના પરંપરાગત રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા.
27 માર્ચ, મુંબઈઃ અદિતિ રાવ હૈદરીએ તેના લોંગ ટાઈમ પાર્ટનર સિદ્ધાર્થ સાથે લગ્ન કરી લીધા છે. આ બંનેએ તેલંગાણાના રંગનાથ સ્વામી મંદિરમાં ફેરા લીધા છે. અદિતિ અને સિદ્ધાર્થે ખૂબ જ ઈન્ટીમેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતા, જેમાં ફક્ત તેમના પરિવાર અને નજીકના સંબંધીઓએ ભાગ લીધો હતો.
અદિતિ અને સિદ્ધાર્થે તેમના પરંપરાગત રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. તેમના લગ્ન માટે તમિલનાડુના પૂજારીઓને બોલાવવામાં આવ્યા હતા. બંનેએ જ્યાં લગ્ન કર્યાં તે મંદિર વાનાપર્થીમાં છે અને અદિતિનું આ સ્થાન સાથે ખાસ જોડાણ છે. અભિનેત્રીના દાદા વાનાપર્થી સંસ્થાના છેલ્લા શાસક હતા. આ સિવાય તે રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. અદિતિ અકબર હૈદરીની પૌત્રી છે. તેમના દાદા મુહમ્મદ સાલેહ અકબર હૈદરી આસામના પૂર્વ રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે.
શા માટે ચૂપચાપ કરી લીઘા લગ્ન?
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ પોતાની લાઈફને અંગત રાખવાનું પસંદ કરે છે અને કદાચ આ જ કારણ છે કે તેમણે ખૂબ જ ગુપ્ત રીતે લગ્ન કરી લીધા. જોકે, આ કપલે હજુ સુધી તેમના લગ્નની જાહેરાત કરી નથી અને ન તો તેમના લગ્નની કોઈ તસવીર સામે આવી છે.
આ રીતે શરૂ થઈ અદિતિ-સિદ્ધાર્થની લવસ્ટોરી.
અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થે 2021માં તમિલ-તેલુગુ ફિલ્મ ‘મહા સમુદ્રમ’માં સાથે કામ કર્યું હતું. અહીંથી જ તેમનો પ્રેમ શરૂ થયો હતો. ત્યારબાદ અદિતિ અને સિદ્ધાર્થ ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. બંને ઘણીવાર સાથે રીલ્સ બનાવતા પણ જોવા મળ્યા છે.
અદિતિની ફિલ્મો
અદિતિ રાવ હૈદરી છેલ્લે ફિલ્મ ચિટ્ઠામાં જોવા મળી હતી. હવે તે સંજય લીલા ભણસાલીની મોસ્ટ અવેટેડ વેબ સીરીઝ હીરામંડીમાં જોવા મળશે. આ સિવાય તેની પાસે ગાંધી ટોક્સ અને લાયોનેસ જેવા પ્રોજેક્ટ પણ છે.
આ પણ વાંચોઃ રાની મુખર્જીએ તેની પુત્રીની માંગી માફી, કહ્યું કે, મે એવા દિવસો જોયા છે કે શું કહું?