‘આદિપુરુષ’ ટ્રેલરની ધમાકેદાર એન્ટ્રી, માત્ર 21 કલાકમાં જ 70 મિલિયન વ્યૂ
‘આદિપુરુષ’ના ટ્રેલર કે જેને RRRનો રેકોર્ડ તોડ્યો છે. અને હાલ ખૂબ જ ચર્ચા પર છે. આ ફિલ્મના ટ્રેલરને 21 કલાકમાં 70 મિલિયન વ્યૂ પૂરા થયા છે અને ફક્ત 5 મિનિટમાં જ 1 લાખ લાઈક્સ મળી છે.જે લોકોનો પ્રેમ આ ફિલ્મને લઈ દર્શાવે છે.
‘આદિપુરુષ’ના ટ્રેલરે RRRના રેકોર્ડ તોડી નાખ્યા
RRR’એ 24 કલાકમાં 51.12 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવ્યા હતા, જ્યારે આદિપુરુષે માત્ર 8 કલાકમાં 53.40 મિલિયન વ્યૂઝનો આંકડો પાર કર્યો હતો. વ્યુઝની સાથે ‘આદિપુરુષ’નું ટ્રેલર લાઈક્સના મામલે પણ ઘણું આગળ છે. ટ્રેલરને માત્ર 5 મિનિટમાં 1 લાખથી વધુ લાઈક્સ મળી છે.આ ફિલ્મમાં પ્રભાસ અને ક્રિતિ સેનન સ્ટારર ‘આદિપુરુષ’નું મચ અવેઇટેડ ટ્રેલર મંગળવારે રિલીઝ થયું હતું. આ પ્રસંગે, PVR જુહુ, મુંબઈ ખાતે ફિલ્મનું ભવ્ય ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું. રિલીઝ થયાના કલાકોમાં જ ફિલ્મના ટ્રેલરે RRRના રેકોર્ડ તોડી નાખ્યા હતા. લોકોને તેનું ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. એકલા હિન્દી ટ્રેલરને યુટ્યુબ પર 23 કલાકમાં 51 મિલિયન વ્યૂ વટાવી ગયા છે. યુ વી મોશન દ્વારા શેર કરવામાં આવેલા ટ્રેલરને તેલુગુમાં 10 મિલિયનથી વધુ વ્યૂઝ, તમિલ અને મલયાલમમાં 3.3 મિલિયન અને કન્નડમાં 1.7 મિલિયનથી વધુ વ્યૂઝ મળ્યા છે. આ આંકડો સતત વધી રહ્યો હોવાનું જણાય છે.અગાઉ, ‘RRR’એ 24 કલાકમાં 51.12 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવ્યા હતા, જ્યારે આદિપુરુષે માત્ર 8 કલાકમાં 53.40 મિલિયન વ્યૂઝનો આંકડો પાર કર્યો હતો.
ટ્રેલરને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ
લોકોને આ ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે રિલીઝ થયા બાદ પ્રભાસના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. આ રેકોર્ડ તોડવા બદલ તે સોશિયલ મીડિયા પર ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જો કે, એવા કેટલાક લોકો છે જેઓ માને છે કે આ ભૂમિકા માટે હૃતિક રોશન અથવા જુનિયર એનટીઆર વધુ સારો વિકલ્પ બની શક્યા હોત.પણ ફેન્સ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે આ સાથે જ ફિલ્મનું ટ્રેલર આવતા જ રામ નામના નારા લગાવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા સંજય રાઉતે શિંદે જૂથ વિશે શું કહ્યું? આવો જાણીએ