ટિકા અને વખાણ વચ્ચે ‘આદિપુરુષ’ ફિલ્મની જબરી કમાણી
ભગવાન રામ અને માતા સીતાની અદ્ભુત વાર્તા દર્શાવતી ‘ આદિપુરુષ ‘ એ પ્રથમ દિવસે અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે.આ સાથે જ રિલીઝના પ્રથમ દિવસે જ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની માંગણી પણ કરવામાં આવી છે. એક બાજુ ફિલ્મના વખાણ તો બીજી બાજુ ટિકા થતી જોવા મળી રહી છે. પરંતુ આ બધાની વચ્ચે પણ ફિલ્મએ શરૂઆતના દિવસોમાં જોરદાર કામણી કરી છે
ફિલ્મએ પહેલા દિવસે 90 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મ સમીક્ષક રમેશ બાલાના મતે હિન્દીમાં ફિલ્મનું નેટ કલેક્શન 40 કરોડ છે.આદિપુરુષના મોટાભાગના શો સાંજે ચાલે છે. સાંજે 63.10% બતાવે છે, ત્યારબાદ બપોરે 51.38% અને પછી સવારે 37.67%. ફિલ્મમાં સૈફ અલી ખાન લંકેશની ભૂમિકામાં છે, જ્યારે દેવદત્ત નાગે ભગવાન હનુમાનની ભૂમિકા ભજવે છે .
આ સાથે જ જો ટીકાની વાત કરવામાં આવે તો હિન્દુ સેના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે ફિલ્મમાં ઘણી વસ્તુઓ યોગ્ય રીતે બતાવવામાં આવી નથી. એવું પણ કહેવામાં આવ્યું છે કે રામાયણની મજાક ઉડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાએ કોર્ટમાં આ અરજી દાખલ કરી છે. કહેવાય છે કે આ ફિલ્મ સંસ્કૃતિને બદનામ કરવાના હેતુથી બનાવવામાં આવી છે.
હવે એક તરફ દેશમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની વાત ચાલી રહી છે તો બીજી તરફ નેપાળના કાઠમંડુમાં આ ફિલ્મને રિલીઝ થતી અટકાવવામાં આવી છે. વાસ્તવમાં આદિપુરુષમાં જાનકીને ભારતની દીકરી કહેવામાં આવી છે. હવે નેપાળ દાવો કરે છે કે આ હકીકત ખોટી છે અને તેને તાત્કાલિક સુધારવી જોઈએ.આ પહેલાં પણ આદિપુરુષને લઈને ઉગ્ર હોબાળો મચ્યો હતો.
ફિલ્મનું ટીઝર આવ્યું ત્યારે ગ્રાફિક્સને લઈને ઘણો હંગામો મચી ગયો હતો. આ પછી ટ્રેલરને સારો રિસ્પોન્સ મળ્યો હતો પરંતુ એક માહોલ રહ્યો હતો. હવે આ ફિલ્મ રિલીઝ થઈ ચૂકી છે એટલે લોકો બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક તરફ પ્રભાસના કારણે ફિલ્મને પસંદ કરી રહ્યા છે તો એક જુથ ફિલ્મને રામાયણની મોટી મજાક માની રહ્યા છે.
આ પણ વાંચો : આદિપુરુષમાં રાવણના પાત્ર પર ગુસ્સે થયેલા પ્રેમ સાગરે જાણો શું કહ્યું