ટ્રેન્ડિંગમનોરંજન

‘આદિપુરૂષ’ની મુશ્કેલીમાં વધારો, હવે ફિલ્મના ડિરેક્ટરને લીગલ નોટિસ

Text To Speech

પ્રભાસની ફિલ્મ ‘આદિપુરૂષ’ને મુદ્દે વિવાદ રોકાઈ રહ્યો નથી. આ ફિલ્મમાં સૌથી વધારે સૈફ અલી ખાનના લુકને લઈને વિવાદ થઈ રહ્યો છે. તેમના લુક પર વાંધો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. હવે આ ફિલ્મ માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ લઈ રહી નથી.

Adipurush Director Om Raut
Adipurush Director Om Raut

હવે સર્વ બ્રાહ્મણ મહાસભાએ ફિલ્મ ‘આદિપુરૂષ’ના ડાયરેક્ટર ઓમ રાઉતને લીગલ નોટિસ મોકલી છે અને કહ્યુ છે કે તેઓ 7 દિવસની અંદર ફિલ્મમાંથી વિવાદિત તમામ સીન્સને હટાવે અને માફી માગે નહીંતર તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

ઓમ રાઉતને લીગલ નોટિસ

સર્વ બ્રાહ્મણ મહાસભાના અધ્યક્ષ પંડિત સુરેશ મિશ્રા તરફથી ઓમ રાઉતને આ નોટિસ તેમના વકીલ કમલેશ શર્માએ મોકલી છે. આ નોટિસમાં લખવામાં આવ્યુ છે કે ફિલ્મ ‘આદિપુરૂષ’માં હિંદુ દેવી-દેવતાઓને ખોટી રીતે દર્શાવવામાં આવ્યા છે. જેમાં દેવી-દેવતાઓને ચામડાના પહેરેલા વસ્ત્રમાં ખોટી રીતે બોલતા દર્શાવવામાં આવ્યા છે.

ફિલ્મ ‘આદિપુરૂષ’માં દર્શાવાયેલી ભાષા ખૂબ નિમ્ન સ્તરની છે. જેનાથી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે. જેમાં અમુક ડાયલોગ એ પ્રકારના છે કે તે જાતીય અને ધાર્મિક નફરતને પ્રોત્સાહન આપે છે. રામાયણ આપણો ઈતિહાસ છે અને ‘આદિપુરૂષ’માં ભગવાન હનુમાનને મુગલની જેમ દર્શાવાયા છે.

Back to top button