અમદાવાદઉત્તર ગુજરાતગુજરાતટોપ ન્યૂઝ

અધિક મુખ્ય સચિવ બનતાં જ મનોજ દાસનો સપાટો- 100 મહેસુલ અધિકારીઓને ફટકાર્યો મેમો

ગાંધીનગર: મહેસુલ વિભાગના અધિકારીઓની ભ્રષ્ટાચારની બૂમરાણ હમ દેખેગે ન્યૂઝ થકી સીએમઓ ઓફિસ સુધી પહોંચી ગઇ છે. આગામી વર્ષોમાં મહેસુલ વિભાગના અધિકારીઓની સરમુખત્યારશાહીથી ખેડૂત અને વ્યાપારી અરજદારો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. તેઓને મહેસુલ વિભાગના અધિકારીઓના ભ્રષ્ટાચારનો કોઇ તોડ દેખાઇ રહ્યો નહતો.  અરજદારો અધિકારીઓ સામે પોતાને ઓશિયાળા, કમજોર, વિવશ, લાચાર, મજબૂર અને પરાધીન દેખી રહ્યાં હતા.

તો બીજી તરફ મહેસુલ અધિકારી માણસ મટીને અમાનવી બની ઉઠ્યા હતા અને તેઓ અરજકર્તાઓની પરાધીનતા જોઇ શકતા નહતા. જોકે, હવે મહેસુલ વિભાગના અધિકારીઓની આંખ ખુલી ગઇ છે કેમ કે, અરજદારોની અરજી તેના નિયત ઠેકાણે પહોંચી ગઇ છે. અધિક મુખ્ય સચિવ- ACS મનોજ દાસે એક જ દિવસમાં 109માંથી 100 Dy.Soને મેમો ફટકાર્યા હતા. કેમ કે, મોટા ભાગના અધિકારીઓ કામગીરી કરીને ફાઇલોનું ઝડપી નિકાલ કરવાની જગ્યાએ દબાઇને બેસી રહેતા હતા.

જણાવી દઇએ કે, મનોજ દાસ એક સપ્તાહ પહેલા જ અધિક મુખ્ય સચિવના રૂપમાં નિમણૂંક થયા છે. જોકે, તેઓ સીએમઓમાં હોવાથી પ્રજાના પ્રશ્નોથી વાકેફ હતા. તેથી જ તો તેમને આવતાની સાથે જ સપાટો બોલાવી દીધો અને તેથી મહેસુલ વિભાગમાં સન્નાડો છવાઇ ગયો છે.

સચિવાલયના રૂલ્સ ઓફ બિઝનેસ અનુસાર નાયબ સેક્શન ઓફિસર એટલે કે ડિવાય. એસઓએ એક જ દિવસમાં 15.6 ટકા ફાઇલનો નિકાલ કરવો અનિવાર્ય છે. પરંતુ મોટા પાયે થતાં ભ્રષ્ટાચારના કારણે આ ધોરણ ક્યાંય જળવાતું નથી. કેમ કે, જ્યા સુધી ફાઇલ દબાવવામાં આવે નહીં ત્યાર સુધી અધિકારીઓનો વ્યવહાર મળે નહીં તેથી સરકારનો તે નિયમ અધિકારીઓએ અભરાયે ચઢાવી દીધો હતો. જોકે, હવે અરજદારો સાથે થતાં અન્યાયનો પોકાર સીએમઓ ઓફિસ સુધી પહોંચી ગયો છે.

આ પણ વાંચો- રાજ્યના મહેસુલ વિભાગના અધિકારી બન્યા વસૂલી અધિકારી; ખોટે-ખોટા કારણ દર્શાવીને નોંધ નામંજૂર કરવાના કેસમાં વધારો

હવે ACS મનોજ દાસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી પછી કેટલાક મહેસુલ વિભાગના અધિકારીઓએ સીએમઓ સુધી કાનાફૂસી કરી હતી. જોકે, તેમને ત્યાંથી 404 વોટનો ઝાટકો મળ્યો હતો. કેમ કે તેમને જાણવા મળ્યું હતું કે, આ એક્શન પાછળ સીએમઓમાં જ ઓર્ડર મળ્યા છે. આ જવાબ મળતા જ મહેસુલ વિભાગના તમામ અધિકારીઓ ધૂણવા માંડ્યા છે.

ભ્રષ્ટાચારના કારણે પેન્ડન્સીમાં સાવ નીચલી પાયરીએ રહેલો આ વિભાગ કેટલામી પાયદાને આવે છે તેના ઉપર ન માત્ર સચિવાલય પણ 33એ 33 જિલ્લાના કલેક્ટરોની નજર પણ રહેશે. મહેસુલ વિભાગના અધિકારીઓને અરજદારોની મજબૂરી તો નજરે ન આવી પરંતુ સીએમઓને તે નજરે આવી ગઇ છે. તેથી હવે મહેસુલ વિભાગના અધિકારીઓ પર ગાજ વાગે તેવા સંકેત દેખાઇ રહ્યાં છે.

આગામી દિવસોમાં મહેસુલ વિભાગમાં અથાગ ફેરફાર થાય તેવા સંકેત દેખાઇ રહ્યાં છે. મનોજ દાસની એક જ દિવસની જબરદસ્ત કાર્યવાહીથી મહેસૂલ વિભાગના અધિકારીઓમાં આટલી ગભરામણ થઇ ઉઠી છે તો આગામી દિવસો મહેસુલ વિભાગના નફ્ફટ અધિકારીઓ માટે ભારે થવા જઇ રહ્યાં છે. તે ઉપરાંત જણાવી દઇએ કે, રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ રાજ્યભરના આઈપીએસ અધિકારીઓને કામ-ધંધે લગાવી દીધા છે. તેમને એક જ દિવસમાં 1600 અરજીઓ ઈ-ગુજકોપ ઉપર અપલોડ કરતાં પોલીસ તંત્રને પવનની ગતિએ સાબદૂ થવું પડ્યું છે.

આ પણ વાંચો- મહેસુલ વિભાગ વિશે વધુ એક ચૌંકાવનાર ઘટસ્ફોટ; અધિકારીઓનો નેક્સ્ટ લેવલનો ભ્રષ્ટાચાર! જ્ઞાતિ-જાતિ પ્રમાણે તોડ-પાણી

Back to top button